ગાંધીનગર ખાતે આવેલા એક્ઝીબેશન સેન્ટરની રોયલ્ટી પેટે એજન્સી પાસેથી 20 મહિનામાં રૂ. ૬,૩૩,૪૫,૦૦૦ વસૂલાયા: ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત
ગાંધીનગર ખાતે આવેલા એક્ઝીબેશન સેન્ટરની રોયલ્ટી પેટે એજન્સી પાસેથી 20 મહિનામાં રૂ. ૬,૩૩,૪૫,૦૦૦ વસૂલાયા: ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત
ગાંધીનગર સ્થિત જૂના હેલિપેડ ખાતે બનાવવામાં આવેલા કનવેન્શન હોલ ( એક્ઝીબેશન સેન્ટર ) કે એન્ડ ડી કમ્યુનિકેશન લિમિટેડને રોયલ્ટીથી આપવામાં આવ્યો છે. તે એજન્સી પાસેથી વસૂલવામાં આવતી રકમ કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં વસૂલવાના બદલે તેટલા જ સમયગાળા માટે કરાર લંબાવી આપવામાં આવ્યો હતો. જ્યારે ૩૦-૪-૨૦૨૨ થી ૩૧-૧૨-૨૦૨૩ સુધીના સમયગાળાની રોયલ્ટીની રકમ રૂ. ૬,૩૩,૪૫,૦૦૦ ગરુડ કંપનીને એજન્સી પાસેથી પૂરેપૂરી મળી છે તેમ ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
એજન્સી પાસેથી ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ વસૂલવાની બાકી રહેતી કુલ રકમ રૂ. ૪,૧૩, ૮૧, ૮૮૯ ની ભરપાઈ કરી દેવાઈ છે. એટલેકે આજની સ્થિતિ એ કોઈ રકમ વસૂલવાની બાકી રહેતી નથી તેમ મંત્રીશ્રી રાજપૂતે પુરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.