નારોલમાંથી ૨૫૦ કિલા ગૌ વંશના માંસનો જથ્થો પકડાયો ઃ કસાઇ ફરાર - At This Time

નારોલમાંથી ૨૫૦ કિલા ગૌ વંશના માંસનો જથ્થો પકડાયો ઃ કસાઇ ફરાર


અમદાવાદ,શનિવારપવિત્ર શ્રાવણ માસમાં ગાયોની ચોરી કરીને બેરોકટોક કતલ કરવામાં આવી રહી છે, નારોલ પોલીસે દુકાનના તાળો તોડીને અંદરથી રૃા. ૫૦ હજારની કિંમતનો ૨૫૦ કિલો ગૌવંશના માંસનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે ગુનો નોધી ફરાર આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.કન્ટ્રોલ મેસેજ આધારે  પોલીસ પહોંચી તો દુકાન બંધ કરી આરોપી નાસી ગયો ઃ પોલીસે રૃા. ૫૦ હજારનો ગૌમાંસ કબજે કર્યું આ કેસની વિગત એવી છે કે નારોલ કર્ણાવતી પોલીસ ચોકીના હે. કો. નારોલ પોલીસ સ્ટેેશનમાં બાગે કૌશર સામે નવાબ મસ્જીદની ગલીમાં સંજરી પાર્ક ખાતે રહેતા વટવા કેનાલ પાસે ગલી નંબર ૦૩ પાસે નાયબ ઉર્ફે બેરા મોહંમદ હનીફ કુરેશી સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૧ના રોજ પોલીસ કન્ટ્રોલ રૃમ મારફતે મેસેજ મળ્યો હતો જેના આધારે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળ ઉપર  જઇને તપાસ કરતાં દુકાન બંધ હતી.પોલીસે તાળા તોડીને અંદર તપાસ કરતાં દુકાનમાં ફ્રીજમાંથી માંસનો જથ્થો મળી આવ્યા હતો. પોલીસે એફેએલ લેબોરેટરીઝમાં મોકલી આપતા ગૌંમાંસ હોવાનું રિપોર્ટ  આવતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે, પોલીસે દુકાનમાંથી કતલ કરવાની સાધનો તથા વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.