25 વર્ષ જૂની લાલુની ટ્રીક ઝારખંડમાં અપનાવાશે! કલ્પના સોરેન બની શકે છે CM - At This Time

25 વર્ષ જૂની લાલુની ટ્રીક ઝારખંડમાં અપનાવાશે! કલ્પના સોરેન બની શકે છે CM


- જો કલ્પના સોરેનનું નામ આગળ કરવામાં આવે તો હેમંત સોરેનના ભાભી સીતા સોરેન પણ પાર્ટીના ધારાસભ્ય છે અને તેઓ વાંધો ઉઠાવી શકે છેરાંચી, તા. 21 ઓગષ્ટ 2022, રવિવારબિહારના રાજકારણમાં જોવા મળેલા નાટકીય ઘટનાક્રમ બાદ હવે ઝારખંડના રાજકીય સમીકરણોમાં પણ ખૂબ જ ઝડપી ફેરફાર જોવા મળી રહ્યા છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન બહુ જલ્દી પોતાનું પદ છોડે તેવી શક્યતા છે. આ સાથે જ રાજકીય કોરિડોરમાં હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેનનું નામ નવા મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં છે. જોકે તેના કારણે સોરેને પરિવારમાં વિવાદ સર્જાઈ શકે છે. ચૂંટણી પંચમાં ખનન લીઝ ફાળવણી મામલે સુનાવણી પૂરીચૂંટણી પંચમાં ખનન લીઝ ફાળવણી મામલે સુનાવણી પૂરી થઈ ગઈ છે અને ચૂંટણી પંચ કોઈ પણ સમયે પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. જો પ્રતિકૂળ નિર્ણય આવશે તો સોરેનને અયોગ્ય ઘોષિત કરવામાં આવી શકે છે. આ સંજોગોમાં જો કલ્પના સોરેનનું નામ આગળ કરવામાં આવે તો હેમંત સોરેનના ભાભી સીતા સોરેન પણ પાર્ટીના ધારાસભ્ય છે. હાલ તેમણે પોતાના તેવર નરમ રાખ્યા છે પરંતુ જો હેમંત સોરેન પોતાની પત્નીનું નામ આગળ કરે તો તેઓ વાંધો ઉઠાવી શકે તેમ છે. આ કારણે પ્રદેશના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. મુખ્યમંત્રીએ આજે સત્તારૂઢ પક્ષોના ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે જેમાં મહાગઠબંધન દળના ધારાસભ્યોને એકજૂથ રાખવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. હેમંત સોરેનના નેતૃત્વવાળી સરકાર વિધાનસભામાં પૂરતો બહુમત ધરાવે છે પરંતુ તેમની વિધાનસભાની સદસ્યતા સમાપ્ત થવાની સ્થિતિમાં વિકલ્પ ખુલ્લા છે. આ પણ છે વિકલ્પઝામુમોના અધ્યક્ષ શિબૂ સોરેન સ્વાભાવિક રીતે પસંદગી પામી શકે છે. તેમના નામ સામે ઝામુમો ઉપરાંત કોંગ્રેસને પણ કોઈ વાંધો નહીં હોય. તેઓ હાલ રાજ્યસભાના સદસ્ય છે પરંતુ 6 મહિનાની અંદર તેમણે વિધાનસભાની સદસ્યતા પણ પ્રાપ્ત કરવી પડશે. જ્યારે સોરેન પરિવારની બહાર વરિષ્ઠ મંત્રી ચંપઈ સોરેન તથા જોબા માંઝી પણ વિકલ્પ બની શકે છે. લાલુ યાદવની ટ્રીક આશરે 25 વર્ષ બાદ ઝારખંડમાં પણ બિહાર જેવો પ્રયોગ થઈ શકે છે. 1997માં લાલુ યાદવે જેલમાં જતા પહેલા રાબડી દેવીને બિહારના મુખ્યમંત્રી બનાવી દીધા હતા અને હેમંત સોરેન પણ તેમના પગલે ચાલે તેવી શક્યતા છે. જોકે તમામ શક્યતાઓ ચૂંટણી પંચના નિર્ણય પર નિર્ભર છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.