CA ફાઉન્ડેશનનું ઓલ ઇન્ડિયાનુ 25.28 ટકા અને સુરત કેન્દ્રનું 31.14 ટકા પરિણામ
- સુરતના ઘણા વિદ્યાર્થીઓ 320 થી
વધુ માર્કસ લાવ્યા : અક્ષત બેરીવાલ 354
માર્કસ સાથે સુરતમાં ફર્સ્ટ હોવાનો દાવો સુરત ચાર્ટડ
એકાઉન્ટન્ટમાં પ્રવેશ માટે લેવાતી સી.એ ફાઉન્ડેશનની પરીક્ષાનું આજે પરિણામ જાહેર
થતા ઓલ ઇન્ડિયાનું ૨૫.૨૮ ટકા જ્યારે સુરત કેન્દ્રનું ૩૧.૧૪ ટકા પરિણામ જાહેર થયુ
હતુ. સુરતના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઝળક્યા હતા.ધી
ઇન્સ્ટીટયુટ ઓફ ચાટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરમાં જુન-૨૦૨૨ માં સી.એના
પ્રવેશ માટે ફાઉન્ડેશનની લીધેલી પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયુ હતુ. જેમાં
દેશભરમાંથી કુલ ૯૩૭૨૯ માંથી ૨૩૬૯૩ વિદ્યાર્થીઓ પાસ થતા પરિણામ ૨૫.૨૮ ટકા આવ્યુ
હતુ. જયારે સુરત કેન્દ્રમાંથી નોંધાયેલા ૧૭૫૦ વિદ્યાર્થીઓમાંથી ૫૪૫ વિદ્યાર્થીઓ
પાસ થતા ૩૧.૧૪ ટકા પરિણામ આવ્યુ હતુ. આ પરિણામમાં સુરતના ઘણા વિદ્યાર્થીઓ ૪૦૦માંથી
૩૫૦ સુધી માર્કસ લાવીને દેશભરમાં ચમક્યા હતા. આ અંગે
વધુ માહિતી આપતા રવિ છાવછરીયા જણાવે છે કે,
આ પરીક્ષામાં ચાર પેપરો હોય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ બોર્ડની
પરીક્ષા આપ્યા પછી તુરંત જ આ પરીક્ષા આપી હતી. આથી ઓછી તૈયારીમાં વિદ્યાર્થીઓ સારુ
પરિણામ મેળવી શક્યા છે. બોર્ડની
પરીક્ષા પૂર્ણ થયા પછી એક દિવસ બ્રેક લઇને તૈયારીઓ કરી હતી : અક્ષત બેરીવાલસી.એ
ફાઉન્ડેશનમાં ૪૦૦ માંથી ૩૫૪ માર્કસ સાથે અક્ષત બેરીવાલ સુરતમાં ફર્સ્ટ આવ્યો હોવાનો
દાવો કરાયો છે. આ વિદ્યાર્થીએ ધોરણ- ૧૨ની પરીક્ષા આપ્યા પછી તુરંત જ ફાઉન્ડેશનની પરીક્ષા
હતી. પરંતુ જેવી બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ કે એક દિવસનો બ્રેક લઇને બીજા દિવસથી તૈયારીઓ
શરૃ કરી દીધી હતી. અને દસ દિવસની મહેનતમાં જ આ પરિણામ મેળવ્યુ છે. જયારે ખુશ્બુ ચૌધરીએ
૩૫૦ માર્કસ સાથે બીજો ક્રમ હાંસિલ કર્યો છે.અક્ષત એન રિદ્વિ જૈને બિઝનેસ મેથ્સમાં ૧૦૦
માંથી ૯૯ માર્કસ એકાઉન્ટમાં અક્ષતે ૯૮, ખુશ્બુ ચૌધરીએ કાયદામાં ૮૫ અને અર્થશાસ્ત્રમાં
અક્ષતે ૧૦૦માંથી સૌથી વધુ ૯૦ માર્કસ મેળવ્યાનો દાવો કરાયો છે. ફાઉન્ડેશનની
તૈયારી ધો.11 થી જ શરૃ કરી દીધી હતી : સ્મીતસી.એ
ફાઉન્ડેશનના પરિણામમાં ૪૦૦માંથી ૩૪૫ માર્કસ લાવનાર સ્મીત પરમાર ગુજરાત બોર્ડમાં ભણીને
આ પરિણામ મેળવ્યુ છે. આ કોર્સ કરવા માટે તેણે ધોરણ ૧૧થી જ તૈયારીઓ શરૃ કરી દીધી હતી.
કોર્મસનો વિદ્યાર્થી હોવા છતા મેથ્સમાં તૈયારી કરીને ૯૩ માર્કસ મેળવ્યા હતા. આજ કોર્સમાં
આગળ ભણીને કારકિર્દી ઘડવી છે. ભણવામાં એટલો ઉત્સાહી હતો કે ધોરણ ૧૧ માં ભણતો હોવા છતા
ફાઉન્ડેશનના કલાસમાં બેસીને ભણતો હતો.
વિદ્યાર્થીનુ નામ માર્કસ/૪૦૦
અક્ષત
બેરીવાલ ૩૫૪
ખુશ્બુ
ચૌધરી ૩૫૦
સ્મીત
પરમાર ૩૪૫
રિદ્વિ
જૈન ૩૪૨
નિકીતા
બંસલ ૩૩૪
કૃતિકા
સિંઘલ ૩૩૩
અક્ષત
ગોયેલ ૩૨૩
મનન વોરા ૩૨૧
કેશ અગ્રવાલ ૩૨૧
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.