સોની વેપારીનું રૂ।.20.90 લાખનું સોનુ લઈ બંગાળી કારીગર ફરાર - At This Time

સોની વેપારીનું રૂ।.20.90 લાખનું સોનુ લઈ બંગાળી કારીગર ફરાર


સોની બજારમાં ગોસીયા જ્વેલર્સ નામની દુકાન ધરાવી છેલ્લાં 40 વર્ષથી વેપાર કરતાં અલીમભાઇને ત્યાં છેલ્લા 20 વર્ષથી કામ કરતો બંગાળી કારીગરને 90 જોડી બુટ્ટી બનાવવા 270 ગ્રામ સોનુ રૂ.20.90 લાખનો મુદામાલ લઈ નાસી છૂટતાં એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે સોની બઝારમાં ભટ્ટ શેરી દશા શ્રીમાળી હોસ્પિટલની પાછળ રહેતાં અલીમભાઇ કાસીમભાઇ અબ્દુલ (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નિખિલસિંગ મધાયસિંગ (રહે. મૂળ બંગાળના અને હાલ સોની બજારમાં ભટ્ટ શેરી દશા શ્રીમાળી હોસ્પિટલની પાછળ) નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સોની બજારમાં ગોસીયા જ્વેલર્સ નામની દુકાન ધરાવી છેલ્લાં 40 વર્ષથી સોનાનું ઘાટ કામ કરે છે. આરોપી નિખિલસિંગ છેલ્લાં વિસેક વર્ષથી તેઓની દુકાનની ઉપર આવેલ બીજી દુકાનમાં સોનાનું ઘાટકામ કરતો હતો.
ગઇ તા.06 ના સવારના દશેક વાગ્યે તેઓએ પોતાની દુકાન ખોલેલ અને વેપારીની કાનની બુટ્ટી બનાવવા માટેનો ઓર્ડર આવેલ હોય જેથી તેમના વિશ્વાસે કારીગર નિખિલસિંગને દુકાનમાં બોલાવી તેમને 270 ગ્રામ ફાઇન સોનું તેમના ઉપર ભરોસો રાખી આપેલ હતું. તેમાંથી 18 કેરેટની 90 જોડી બુટ્ટી બનાવી ત્રણ-ચાર દિવસમાં આપવાનું નિખિલસિંગને કહેલ જેથી તેને ત્રણ-ચાર દીવસમાં બુટી બનાવી આપીશ તેવી ખાત્રી આપતા તેમના ઉપર વિશ્વાસ મુકી સોનુ આપેલ હતું. બાદમાં તે સોનુ લઇ ઉપરની દુકાને કામ કરવા માટે જતો રહેલ હતો.
બાદમાં બપોરના ત્રણેક વાગ્યે આ નિખિલસિંગ દુકાનને તાળું મારી ગયેલ હતો બાદ સાંજનાં સાતેક વાગ્યા સુધી તેને દુકાન ખોલેલ ના હોય જેથી આરોપીને ફોન કરતાં તેમનો ફોન બંધ આવતો હતો. નિખિલર્સિંગ દુકાનની બાજુમાં આવેલ ફરિયાદીના મકાનમાં તેના પરિવાર સાથે ભાડેથી રહેતો હોય ત્યાં જઈ તપાસ કરતાં આરોપી કે તેની પત્ની કોઇ ઘરે હાજર ના હોય અને ઘર ખુલ્લું હોય જેથી તેમની સાથે રહેતો તેના ભત્રીજાને ફોન કરતાં તે પણ ફોન ઉપાડતો ન હતો.
આજ સુધી નિખિલસિંગ પરત ન આવતાં 18 કેરેટની 90 જોડી બુટી બનાવવા માટેનું 270 ગ્રામ ફાઇન સોનુ રૂ.20.90 લાખ લઇ નાસી છૂટી વિશ્વાસઘાત કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.