ઘર કંકાસથી કંટાળી ગળાફાંસો જીંદગીનો અંત આણ્યો
શહેરના ઘંટેશ્વર એસઆરપી કેમ્પ વિસ્તારમાં સ્ત્રી મિત્ર સાથે રહેતા રવિ પરમારે ઘર કંકાસથી કંટાળી ગળાફાંસો જીંદગીનો અંત આણ્યો હતો. મવડી ઉદયનગરનો રવિ 6 મહિના પહેલા જ એસઆરપી કેમ્પ પાસે વર્ધમાન ફ્લેટમાં રહેવા આવેલો. અહીં સિમરન નામની યુવતી સાથે મેત્રી કરારથી રહેતો હતો. રવિ ડ્રાઇવિંગ કામ કરતો, અગાઉ પત્ની કાજલ સાથે છૂટાછેડા લીધા હતા. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ રવિ રમેશ પરમાર (ઉ.વ.27 રહે. વર્ધમાન ફ્લેટ એસઆરપી કેમ્પની સામે, મૂળ રહે. ઉદયનગર શેરી નં-4 મવડી મેઈન રોડ) નામના યુવકે ગઈ કાલ રાત્રીના પોતાનાં ઘરે પંખામાં ચુંદળી બાંધી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. રવિએ બે વર્ષ પહેલા છૂટાછેડા કરી નાંખ્યાં હતાં. તેની પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ સબંધ હોય જેની જાણ થતાં વારંવાર ગૃહ કંકાસ થતો હતો.
ગૃહ કલેશથી કંટાળી અંતે છૂટાછેડા કર્યા હતાં. છૂટાછેડા બાદ ઇન્સ્ટાગ્રામ મારફત રવિને સિમરન સાથે સંપર્ક થતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લાં છ મહીનાથી રવિ મૈત્રી કરારથી સિમરન સાથે રહેતો હતો. રવિએ ઘર કંકાસથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું હોવાનું તેઓનાં પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતક બે ભાઈ અને બે બહેનમાં ત્રીજા નંબરનો હતો
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.