વડોદરા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં ૨૨૮૩૧ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવાશે - At This Time

વડોદરા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં ૨૨૮૩૧ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવાશે


- ધો.૯ માં ૧૮૪૭૬ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાશે વડોદરા,તા. 22 જુન 2022,બુધવારઆગામી તા. ૨૩થી ત્રણ દિવસ માટે શરૂ થનારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધો.૧માં ૫૫૦૦ અને બાલ વાડીઓમાં ૩૦૦૦ ભૂલકાઓને પ્રવેશ અપાશે ,ત્યારે વડોદરા જિલ્લામાં ધો. ૧માં કુલ ૨૨૮૩૧ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવશે. આ સાથે ધોરણ-૯માં પણ ૧૮૪૭૬ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવશે.શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજન અંગે મળેલી  બેઠકમાં એવી વિગતો રજૂ થઇ હતી કે, વડોદરા જિલ્લામાં ધોરણ એકથી બારમાં કુલ ૨૨૫૪૪૪ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાંથી કુલ ૪૬૭૬૭ બાળકો ખાનગી શાળાઓ અને બાકીના છાત્રો સરકારી, અનુદાનિત શાળાઓમાં પ્રવેશ મેળવશે.વડોદરા જિલ્લામાં ધો.૧થી ૧૨ની કુલ ૧૪૩૪ શાળાઓ શિક્ષણકાર્ય કરી રહી છે. તે પૈકી ૧૮૩ શાળાઓ જ ખાનગી છે. જિલ્લામાં આ વર્ષે ધોરણ ૧૨માં કુલ ૬૧૦૬ અને ધોરણ ૧૦માં કુલ ૧૬૦૮૪ છાત્રો પ્રવેશ લેવાના છે.વડોદરા જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો માઇનસમાં ચાલી રહ્યો છે. મળેલા આંકડાઓ મુજબ જિલ્લામા બોયઝ માં -૧.૫૯ ટકા અને ગર્લ્સ માં -૦.૨૮ ટકા ડ્રોપ આઉટ રેશિયો છે.  જિલ્લાનો કુલ ડ્રોપ આઉટ રેશિયો -૦.૯૭ ટકા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.