પાંડરવાડામાં ચેકડેમને ઉડા કરવાની મજૂરી કર્યા વિના બેંક ખાતામાં 22 હજાર જમા થયા - At This Time

પાંડરવાડામાં ચેકડેમને ઉડા કરવાની મજૂરી કર્યા વિના બેંક ખાતામાં 22 હજાર જમા થયા


મવડોદરા અને મહેસાણામાં મનરેગામાં કૌભાંડ બહાર આવ્યા બાદ વધુ એક મહીસાગર જિલ્લામાં મનરેગામાં મજૂરીએ ગયા વગર પોતાના બેન્ક ખાતામાં મજૂરીના નાણાં મેળવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ વર્ષે ખાનપુર તાલુકાનાં પાંડરવાડા ગામે જૂના સ્મશાન પાસે ચેકડેમ ઊંડા કરવાની મનરેગા અંતર્ગત કામગીરી કરવામાં આવી છે. જેમાં પાંડરવાડા ગામના કરિયાણા વેપારી અને પૂર્વ સરપંચ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અનિલ મોદીના ખાતામાં રૂપિયા 22000 જેટલી મજૂરીના નાણાં જમા થતાં મનરેગા જોબકાર્ડમાં વ્યાપક કૌભાંડ હોવાની આશંકાએ તપાસની માંગ ઉઠી છે.
આ કામના સ્થળ પર જઈ રિયાલીટી ચેક કરતાં ચેકડેમ ઊંડા કરવાની કામગીરી જેસીબી મશીનથી કરવામાં આવી છે અને તે કામ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી.તો અનિલ મોદી ક્યારે મજૂરીએ ગયા ? કોણે મસ્ટરમાં એન્ટ્રી કરી ? કોણે કામગીરીના ફોટા અપલોડ કર્યા ? અગર કામગીરી જેસીબીથી કરી તો કેટલા અન્ય કેટલા જોબકાર્ડ ધારકોની ખોટી એન્ટ્રી કરી ? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થળ પર આસપાસના સ્થાનિક લોકો રોજગારીની માંગણી કરી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં મનરેગા જોબકાર્ડની ઊંડાણપૂર્વક તપાસ થાય તો અનેક પૈસા પાત્ર લોકો, સરકારી વિભાગમાં નોકરી કરતાં કર્મચારીઓના ખોટા જોબકાર્ડ ઝડપાય તેમ છે અને વાસ્તવિક રોજગાર ઇચ્છુકોને રોજગારી મળી શકે.
જે લોકો ખરેખર મજૂરી કામની માંગણી કરે છે તેવા લોકોને રોજગારી મળતી નથી અને ખોટા બની બેઠેલા મજૂરો જોબકાર્ડ બનાવીને સરકારી નાણાં પોતાના ખાતામાં લઈ રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ અન્ય જિલ્લાની જેમ મનરેગા કૌભાંડ પગપેસારો કરી વાસ્તવિક રોજગારી આપવામાં ઊણું ઉતરી રહ્યું છે.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.