સમસ્ત નાયક ભોજક કેળવણી મંડળ મહેસાણા તથા સંસ્કાર આર્ટ એકડમી દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

સમસ્ત નાયક ભોજક કેળવણી મંડળ મહેસાણા તથા સંસ્કાર આર્ટ એકડમી દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી


શ્રી સમસ્ત નાયક ભોજક કેળવણી મંડળ મહેસાણા તથા સંસ્કાર આર્ટ એકેડમી મહેસાણા ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી 27 માર્ચ 2025 ના દિવસે સંસ્થાના મધ્યસ્થખંડ ખાતે કરવામાં આવી. જેમાં જૂની રંગભૂમિ ના વિવિધ ગીતો અને સુર ને ઉપસ્થિત રહેલા કલાકારો દ્વારા રેલાવવામાં આવ્યા હતા . જૂની રંગભૂમિના કલાકારો દ્વારા સ્વર અને આ સુર ના સંગમને વાસ્તવિક રીતે ભજવીને ખૂબ જ સુંદર નિરૂપણ કર્યું હતું. તેમજ કાર્યક્રમમાં એકાંકી નાટકોને પણ કલાકારો દ્વારા ખૂબ જ સુંદર રીતે ભજવવામાં આવ્યા. ભરચક જનમેદની વચ્ચે વિશ્વ રંગ ભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી. સમસ્ત નાયક ભોજક કેળવણી મંડળ તથા સંસ્કાર આર્ટ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ રંગભૂમિ દિવસ એટલે કે વર્લ્ડ થિયેટર ડેની રંગે ચંગે શાનદાર રીતે ભવ્ય ઉજવણી સંસ્થાના પદાધિકારીઓ અને ટ્રસ્ટીઓની હાજરીમાં કરવામાં આવી હતી. એક રીતે જૂની રંગભૂમિના ગીતો અને નાટ્યોને ઉપસ્થિત કલાકારો આબેહૂબ જીવંત કર્યા હતા જેને માણીને હાજર જન્મેદની પણ તાળીઓના ગડગડાટથી કલાકારોને વધાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જૂની રંગભૂમિના કલાકારો અને સંસ્થા પ્રત્યે ખૂબ જ લાગણી અને માન હોવાનું માનવામાં આવે છે.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image