સર્વોચ્ય અદાલતો ભલે ગમે તેવી ટકોર કરે પણ હમ નહિ સુધરેગે મૃદુ મક્કમ અને ભરોસા ની સરકાર ઉપર ગેમઝોન પીડિતો ને કેમ ભરોસો નથી - At This Time

સર્વોચ્ય અદાલતો ભલે ગમે તેવી ટકોર કરે પણ હમ નહિ સુધરેગે મૃદુ મક્કમ અને ભરોસા ની સરકાર ઉપર ગેમઝોન પીડિતો ને કેમ ભરોસો નથી


સર્વોચ્ય અદાલતો ભલે ગમે તેવી ટકોર કરે પણ હમ નહિ સુધરેગે

મૃદુ મક્કમ અને ભરોસા ની સરકાર ઉપર ગેમઝોન પીડિતો ને કેમ ભરોસો નથી

ગૌચર ની જમીન ની ઉપલબ્ધ નથી એવું સરકાર કહી જ ન શકે ગુજરાત હાઈકોર્ટે ની ટકોર કચ્છ જિલ્લા કલેકટર કહ્યું તમે ગુજરાત સરકાર ના પ્રતિનિધિ છો અદાણી ની વકીલાત ના કરો ગૌચર ની જમીન અન્ય હેતુ માટે કેવી રીતે આપી શકો ? ગુજરાત મહેસુલ વિભાગ ના પ્રિન્સિપાલ સેક્રેટરી અને જિલ્લા કલેકટર ને અલગ અલગ સોગાદનામાં રજૂ કરવા આદેશ પહેલા ૭૦૦ ગામ ગૌચર વિહોણા હતા આજે ૨૮૦૦ થયા છેલ્લા બે વર્ષ માં ગૌચર ની ૧૮ લાખ ચો મીટર જમીન ઉદ્યોગો ને ફાળવી સરકારી પડતર ખરાબા ગૌચર ભાડે અને વેચાણ ના સોદા કેમ ?૧૦૦ ગાય વચ્ચે ૪૦ એકર ગૌચર હોવાનું ધોરણ પરંતુ ૯૦૨૯ ગામો માં નિયમ કરતા ઓછું ગૌચર અને ભારે દબાણો
ગુજરાત ઇન્ફોમેટિવ લિમિટેડ ના પૂર્વ એકીઝક્યુટિવ એકાઉન્ટટ રુચિ ભાવસાર પાસે અપ્રમાણસર ની મિલ્કત સત્તાવાર ૬૫ લાખ ની આવક સામે ૪ કરોડ થી વધુ ની આવક ક્યાંથી ? ૬૩૪ ટકા જેટલી બેનામી આવક નું સર્જન કેવી રીતે થયું આ કંઈ નવી વાત નથી સિવિલ સર્વિસ રુલ્સ ૧૯૭૧ નોકરી ની સામાન્ય શરતો નિયમ ૨૦૦૨ ભલે ગમે તે કહે પણ ક્યાં વિભાગ ના ક્યાં કર્મચારી અધિકારી ઓ આવક નિયત સમય માં કરે છે ખરા ? આતો પકડાય એટલે ક્યાં જવું ? રાજકોટ અગ્નિકાંડ માં માત્ર અધિકારી ઓની સંડોવણી હશે ? પદા અધિકારી ઓ દૂધે ધોયેલા છે ? કોઈ ની ભલામણ લાગવગ હિસ્સો કંઈ નહીં ? કોઈ ચમ્મરબંધી ને છોડવા માં નહિ આવે આ ડાયલોગ વારંવાર વગડાય છે નિટ પેપર લીક મુદ્દે દેશભર માં વિરોધ આગ લાગે ત્યારે કૂવો ખોદતી સરકારો ચંદ્ર ઉપર પહોંચી પણ પેપર લીક સુધી નથી પહોંચતી કડક કાયદો બનાવી સજા અને દંડ વધવાની વાતો ખુલ્લા દાર માં બાળકો પડી જવા ના વધતા કિસ્સા સામે દાર રજીસ્ટેશન ફરજિયાત બનાવે તે સારી વાત છે પણ ચંદ્ર ઉપર યાન પહોંચાડી દેનારા જમીન માં ૩૦-૪૦ ફૂટ સુધી નથી પહોંચતા તક્ષશિલા કાંડ માં એક માળ ની સીડી નહોતી ભલે ચંદ્ર ઉપર પહોંચવા ના સાધનો યાન હોય પણ એક બે માળ સુધી પહોંચવા સીડી નથી હોતી
દુનિયા ને ભલે યોગ કરાવાય પણ વર્તમાન સરકાર અનેક પ્રકાર ના વિયોગ સંયોગ માં છે ગાંધીનગર માં નોકરીવાંચું ઓ સાથે જે વર્તન કરાયું તે જોતા મૃદુ મક્કમ સંવેદનશીલ ભરોસા ની સરકાર લાગે છે ? આગામી ૨૫ જૂન ગેમ ઝોન પીડિતો ની ન્યાય માટે રાજકોટ બંધ નાં એલાન થી એકવાત તો નક્કી છે કે સીટ નામ નાં તપાસ પંચ નાં રિપોર્ટ ઉપર ભરોસો નથી દેશ ના કરોડો લોકો જીવન નું અસ્તિવ ટકાવી રાખવા સતત યોગ કરે છે ચા ની કીટલી વાળા ઓથી લઈ
ખેડૂતો બાંધકામ શ્રમિકો માલવાહક ભાર વાહક પરિવહન વાહન ચાલકો પશુપાલકો સફાઈ કામદારો સહિત લેબર વર્ક કરતા કરોડો દેશ વાસી ઓ સતત જીવન નો કર્મ યોગ તો કરે છે પોતા ની મહેનત નું રહી સ્વમાન નું અન્ન આરોગે છે નથી મફત વીજળી પાણી કે કોઈ પેન્શન પગાર ભથ્થું આ સૌથી મોટો યોગ વર્ષ ના ૩૬૫ દિવસ અને જીવન ના અંતિમ શ્વાસ સુધી કરે છે અતિ મોંઘવારી બેરોજગારી ઓ વચ્ચે નવાનવા તાયફા ઓથી સમસ્યા દૂર થશે ખરી રોજીદ ઝેરી દારૂ માં શું તીર માર્યું તક્ષશિલા કાંડ હરણી બોટ મોરબી પુલ દુર્ધટના રાજકોટ ગેમજોન પણ નવી દુર્ધટના બાદ ભુલાઈ જશે આપણે ત્યાં ધ્યાન ભટકાવવા બીજો બનાવ બને એટલે કાફી છે આપણી સરકાર મૃદુ મક્કમ અને ભરોસા ની હોય છે યોગ રન ફોર યુનિટી જેમ દેશી દારૂ જેવો કેફ ચડાવી શકે છે થાળી વગાડી કોરોના ભગાડી શકે છે ભલે પેપર ફોડ સુધી ન પહોંચે પણ ચંદ્ર સુધી પહોંચી જાય છે આ અઠેગઠે નો આવિષ્કાર કરતા મહાપુરુષો અવતારી આગેવાનો આપણી પાસે છે

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.