ચારધામ યાત્રા શરૂ થયાના બે મહિનામાં 203 યાત્રાળુઓના મોત
- બે મહિનામાં 25 લાખ યાત્રાળુઓએ યાત્રાનો લાભ લીધો- માર્યા ગયેલા મોટા ભાગના યાત્રાળુઓને હ્દય સંબંધી બિમારીઓ વધુ જોવા મળી, યાત્રા પહેલા ચેકઅપની સરકારની સલાહદેહરાદુન : ઉત્તરાખંડ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ત્રણ મેએ શરૂ થયેલી ચારધામ યાત્રામાં સામેલ ૨૦૩ યાત્રાળુઓના આ યાત્રા શરૂ થઇ ત્યારથી લઇને અત્યાર સુધી મોત નિપજ્યા છે. ખાસ કરીને હ્દય રોગના હુમલાને કારણે વધુ યાત્રાળુઓ માર્યા ગયા છે.છેલ્લા બે મહિનાની અંદર જે ૨૦૩ યાત્રાળુઓ માર્યા ગયા છે તેમાં કેદારનાથ યાત્રા રુટ સાથે સંકળાયેલા ૯૭ યાત્રાળુઓનો સમાવેશ થાય છે. જ્યારે ૫૧ યાત્રાળુઓ બદ્રીનાથ ધામ અને ૧૩ યાત્રાળુઓ ગંગોત્રી જ્યારે ૪૨ યાત્રાળુઓ યમુનોત્રી રુટ પર જઇ રહ્યા હતા ત્યારે મોતને ભેટયા હતા. જે પણ વિસ્તારમાં યાત્રાળુઓ આવી રહ્યા છે ત્યાં રાહત કેમ્પો અને મેડિકલ સુવિધા પણ પુરી પાડવામાં આવી રહી છે. ત્રીજી મેએ ચાર ધામ યાત્રા શરૂ થઇ હતી ત્યારથી લઇને અત્યાર સુધી કુલ ૨૫ લાખ યાત્રાળુઓએ આ ધામની મુલાકાત લીધી હતી. જોકે ગત સપ્તાહથી આ સંખ્યામાં મોટો ઘટાડો થઇ રહ્યો છે. વધુ સંખ્યામાં લોકો આવી રહ્યા હોવાથી ઉત્તરાખંડ સરકારે સુચના જારી કરી હતી કે જે પણ લોકો ચારધામ યાત્રાએ આવવા માગતા હોય તેઓએ અગાઉથી પોતાનું મેડિકલ ચેકઅપ કરાવી લેવું. ખાસ કરીને ઉંચા ચઢાણ વાળા મંદિરોની મુલાકાત લેનારાઓમાં સ્વાસ્થ્ય સંબંધી તકલીફો વધુ જોવા મળી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.