દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 20 હજાર કેસ, વધુ 56નાં મોત - At This Time

દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 20 હજાર કેસ, વધુ 56નાં મોત


- રસીકરણમાં દક્ષિણ-પૂર્વ એશિયાની કામગીરી પ્રશંસનીય : ડબલ્યુએચઓ- કોરોના વેક્સિનના ડોઝનો આંકડો 200 કરોડની નજીક : 18 થી 59 વર્ષની વયજૂથના એક કરોડ કરતાં વધુને પ્રિકોશન ડોઝનવી દિલ્હી : દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ વધ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાં પ્રમાણે છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦૦૪૪ કેસ નોંધાયા હતા. વધુ ૫૬નાં મોત થયા હતા. એ સાથે જ કુલ મૃત્યુઆંક ૫,૨૫,૬૬૦ થયો હતો. કોરોના વેક્સિનના ડોઝનો આંકડો પણ ૨૦૦ કરોડની નજીક પહોંચી ગયો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે કોરોનાના નવા ૨૦,૦૪૪ કેસ દર્જ થયા હતા. સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ ૨૦ હજાર નોંધાયા છે. છેલ્લાં એક સપ્તાહમાં દરરોજ ૧૫ હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કુલ ૪,૩૭,૩૦,૦૭૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. એક્ટિવ કેસ વધીને ૧.૪૦ લાખને પાર પહોંચ્યા છે. બીજી તરફ હેલ્થ મંત્રાલયે રસીકરણના આંકડાં પણ જાહેર કર્યા હતા. દેશમાં કોરોના વેક્સિનના ડોઝનો આંકડો ૨૦૦ કરોડની નજીક પહોંચી ગયો છે. ૧૯૯.૭૧ કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. એમાંથી ૧૮થી ૫૯ વર્ષના વયજૂથના એક કરોડ કરતાં વધુને પ્રિકોશન ડોઝ પણ અપાયો છે. તે સિવાય ૬૦ વર્ષ કરતાં વધુની વય ધરાવતા ૨.૮૧ને બૂસ્ટર ડોઝ અપાયો છે. ૧૨થી ૧૪ વયના બાળકોને ૩.૭૯ કરોડ ડોઝ મળ્યા છે. ૧૫થી ૧૮ વર્ષની વયજૂથના ૬.૦૮ કરોડને વેક્સિન અપાઈ છે.પૂર્વ અને દક્ષિણ એશિયાના વેક્સિનેશન મિશનની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પ્રશંસા કરી હતી. ડબલ્યુએચઓના રિજનલ ડિરેક્ટર ડા. પૂનમ સિંહે જણાવ્યું હતું કે આ આખા ક્ષેત્રમાં ૩૦૦ કરોડ કરતા વધુ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. એમાંથી ૨૦૦ કરોડ તો એકલા ભારતમાં અપાઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વેક્સિનેશન મિશનને ખૂબ  જ મહત્વનો પ્રયાસ ગણાવ્યો હતો. ભારતની ટીકાકરણની ઝડપને ડબલ્યુએચઓએ સરાહનીય ગણાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.