ગાઝામાં ભૂખમરો:20 ટકા લોકો પાસે અનાજનો એક દાણો નથી, રોજ 4 બાળકોનાં મોતની આશંકા - At This Time

ગાઝામાં ભૂખમરો:20 ટકા લોકો પાસે અનાજનો એક દાણો નથી, રોજ 4 બાળકોનાં મોતની આશંકા


7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ પર હમાસના આતંકી હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધને 8 મહિના પૂર્ણ થયા છે. ઈઝરાયલના હમાસ પર સતત હુમલા ચાલું છે. ઇઝરાયલ દ્વારા ખોરાક, પાણી, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર પ્રતિબંધના કારણે ગાઝામાં માનવીય સંકટ વધ્યું છે. ગાઝાના ઘણા ભાગોમાં દુકાળનો ભય છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રની બાળ એજન્સી યુનિસેફે કહ્યું કે ગાઝામાં 90% બાળકો કુપોષણથી પીડિત છે. તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્રની રાહત એજન્સી યુએનઆરજબલ્યૂએના જણાવ્યા મુજબ, જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો, ગાઝામાં જુલાઈમાં તીવ્ર ભૂખમરો થવાની સંભાવના છે કારણ કે લગભગ 20% લોકો પાસે ખાવા માટે કંઈ બચશે નહીં. જેના કારણે દરરોજ 4 બાળકો અને 2 વૃદ્ધોના મોત થવાની આશંકા છે. યુએનએ ઈઝરાયલને બ્લેકલિસ્ટ કર્યું : ગાઝામાં બાળકો પર થતા અત્યાચાર જોઈને લીધો નિર્ણય
ગાઝામાં થયેલા હુમલાઓ વચ્ચે ઈઝરાયલ પર માનવાધિકાર ભંગના આરોપોને ધ્યાનમાં રાખીને યુએનએ તેને બ્લેકલિસ્ટ કરી દીધું છે. ઈઝરાયલ સિવાય સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ હમાસ અને પેલેસ્ટિનિયન જેહાદને ‘લિસ્ટ ઓફ શેમ’માં સામેલ કર્યા છે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના કાર્યાલયે તેના વાર્ષિક અહેવાલ સાથે આ સૂચિને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ પછી ઈઝરાયલના રાજદૂત ગિલાદ એર્દાનને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. યુદ્ધ વચ્ચે ગાઝામાં બાળકો પર થઈ રહેલા અત્યાચારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇઝરાયલ: સેંકડો બંધકોના પરિવારો પ્રિયજનોની મુક્તિની રાહ જોઈ રહ્યા
એક તરફ ગાઝામાં પેલેસ્ટિનિયનો યુદ્ધને કારણે ઘરે-ઘરે ભટકવાની ફરજ પડી રહ્યા છે, તો બીજી તરફ ઈઝરાયલમાં 120થી વધુ બંધકોના પરિવારો છેલ્લા 8 મહિનાથી તેમના પરિવારના સભ્યોની મુક્તિની રાહ જોઈ રહ્યા છે. 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં 1139 લોકો માર્યા ગયા હતા,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.