જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ-સોનમર્ગમાં 2 ફૂટ હિમવર્ષા:યુપી-બિહાર સહિત 16 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, ફ્લાઈટ્સ-ટ્રેનો મોડી; રાજસ્થાનના 12 જિલ્લામાં સ્કૂલોમાં રજા
ઉત્તર ભારતના રાજ્યોમાં તીવ્ર ઠંડીની અસર યથાવત છે. દેશના 16 રાજ્યોમાં પણ ગાઢ ધુમ્મસની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, જમ્મુ, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં વિઝિબિલિટી ઘટીને ઝીરો થઈ ગઈ છે. જેના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી હતી. ટ્રેનો પણ સમયસર સ્ટેશનો પર પહોંચી શકી નથી. એરલાઈન કંપની સ્પાઈસજેટના જણાવ્યા અનુસાર મંગળવારે પણ દિલ્હી, શ્રીનગર, વારાણસી અમૃતસર અને જમ્મુ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટ્સ મોડી પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં ઠંડીના કારણે છેલ્લા 48 કલાકમાં 25 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 10ના મોત થયા છે. કટિહાર અને પૂર્ણિયા સહિત બિહારના 20 જિલ્લામાં કોલ્ડવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં પણ આગામી 3 દિવસ ઠંડા પવનોની અસર રહેશે. આજે રાજ્યના 6 જિલ્લામાં કોલ્ડવેવ એલર્ટ આપવામાં આવ્યું છે. ઘણા જિલ્લાઓમાં શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગમાં લગભગ 2 ફૂટ હિમવર્ષા થઈ છે. મુગલ રોડ, શ્રીનગર-લેહ રોડ, સેમથાન-કિશ્તવાર રોડ અને ગુરેઝ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જાન્યુઆરી સુધી અહીં હિમવર્ષા થવાની કોઈ શક્યતા નથી. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની સાથે સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હિમવર્ષાની તસવીરો... 8 જાન્યુઆરીએ હવામાનની સ્થિતિ - ઉત્તર ભારતમાં ધુમ્મસ, દક્ષિણમાં વરસાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.