મોદીની સોગંદવિધિ 9મીએ:2 દિવસ મંત્રાલયો અંગે મંથન, પહેલાં 8 જૂને સોગંદ લેવાના હતા... - At This Time

મોદીની સોગંદવિધિ 9મીએ:2 દિવસ મંત્રાલયો અંગે મંથન, પહેલાં 8 જૂને સોગંદ લેવાના હતા…


નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વાર વડા પ્રધાન પદના સોગંદ લેશે. સાથી પક્ષોના નેતાઓ પણ મંત્રી પદના સોગંદ લેશે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ આ વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે સોગંદવિધિ 9 જૂને થશે. આ માટે પડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને તારીખ સાથેનું ઔપચારિક આમંત્રણ પત્ર મોકલી દેવાયું છે. 2 દિવસ મંત્રાલયોની વહેંચણી અંગે મંથન થશે. બે મહત્ત્વના પક્ષો ટીડીપી અને જદયુમાં સમન્વયની જવાબદારી પીયૂષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવને સોંપાઈ છે. સૂત્રોના કહેવા પ્રમાણે ટીડીપી અને જદયુની 10 મંત્રાલય પર નજર છે, તેમાં ગૃહ, સંરક્ષણ, નાણાં અને વિદેશ, રાજમાર્ગ, વાણિજ્ય, રેલવે, કૃષિ, પેટ્રોલિયમ, પાવર વગેરે સમાવિષ્ટ છે. બંનેએ કહ્યું કે અગાઉ પણ સાથી પક્ષોને ગૃહ, સંરક્ષણ અને નાણા જેવાં મંત્રાલયો ફાળવાયાં છે. ભાજપે સ્વીકાર કરવા સાથે આ મંત્રાલયોને અનુરૂપ કદાવર નેતાને જવાબદારી લેવાની હોય છે, તેવો તર્ક રાખ્યો છે. જો ચન્દ્રાબાબુ કે નીતિશ મુખ્યમંત્રી બનવાને બદલે આ મંત્રાલયોની જવાબદારી લેવા ઇચ્છે તો વિચાર કરી શકાય તેમ છે. તેમના પક્ષના કોટામાંથી અન્ય કોઈ સાસંદને આ જવાબદારી આપવી એ હોદ્દાની ગરીમાને યોગ્ય નહીં રહે. આ અંગે પક્ષના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ અહીં મેરેથોન બેઠક યોજાઈ હતી. તેમાં અમિત સાહ અને રાજનાથ સિંહ પણ હતા. મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યાનું ગણિત કેવું છે?
બંધારણ પ્રમાણે મંત્રી પરિષદમાં મંત્રીઓની કુલ સંખ્યા લોકસભાના સભ્યોની કુલ સંખ્યાના 15%થી વધુ ન હોવી જોઈએ. એટલે કે 81થી વધુ મંત્રી ન હોઈ શકે. 1998ની અટલ સરકારમાં 86 મંત્રી હતા, ત્યાર પછીથી કૅબિનેટમાં મંત્રીઓની સંખ્યા મર્યાદિત કરાઈ હતી. દરેક મંત્રી સાંસદ હોવા જોઈએ. મોદી 3.0 કૅબિનેટ કેવી હશે? બહુમતીથી 33% બેઠક ઓછી હતી ત્યારે સાથી પક્ષોનાં 29% મંત્રીપદં હતાં... આ વખતે 11% ઓછી
ચૂંટણી પરિણામો પછીથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે મોદી 3.0ની કૅબિનેટમાં કેટલા મંત્રી હશે? તેમાંથી કેટલા સાથી પક્ષોની ઝોળીમાં જશે... અને તેમને કેવા પ્રકારનું મંત્રાલય અપાય છે? ભાસ્કરે એનડીએની છેલ્લી 5 સરકારનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે 1999માં બહુમતીથી 90 બેઠક પાછળ રહેલી અટલ સરકાર સાથીઓના ટેકાથી બની હતી. તે સમયે આ પક્ષોને કૅબિનેટમાં 25 પદ એટલે કે લગભગ 29% હિસ્સેદારી મળી હતી. આ વખતે 32 બેઠક ઓછી છે. આ સ્થિતિમાં કૅબિનેટમાં સાથી પક્ષોને કેટલી હિસ્સેદારી મળશે, તે જોવાનું રહેશે... અટલ 1.0... 1998
ભાજપની કુલ 161 બેઠક હતી. શિવસેના, શિઅદ અને અન્ય મળીને 187 સુધી પહોંચી હતી. 16 દિવસમાં સરકાર પડી ભાંગી. અટલ 2.0... 1998
ભાજપની 182 બેઠક હતી. 11 સાથી પક્ષોની 94 બેઠકના ટેકે 276 પર પહોંચી હતી. અટલ 3.0... 1999
ભાજપની 182 બેઠક હતી. 11 સાથી પક્ષની 117 બેઠક સાથે 299 પર પહોંચી હતી. મોદી 1.0... 2014
ભાજપ 282 બેઠક સાથે બહુમતી મેળવી. 54 બેઠકવાળા 26થી વધુ સાથી પક્ષ એનડીએ સાથે હતા. મોદી 2.0... 2019
ભાજપને 303 બેઠક સાથે પ્રચંડ બહુમતી. 52 બેઠકવાળા 20થી વધુ સાથી પક્ષો એનડીએમાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.