વિરપુર તાલુકાના સાલૈયા પ્રાથમિક કેન્દ્રના સહયોગથી વિરપુર ખાતે બ્લ્ડ ડોનેશન કેમ્પ યોજાયો.. - At This Time

વિરપુર તાલુકાના સાલૈયા પ્રાથમિક કેન્દ્રના સહયોગથી વિરપુર ખાતે બ્લ્ડ ડોનેશન કેમ્પ યોજાયો..


કેમ્પમાં ૭૩ જેટલા રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કર્યું..

મહીસાગર જિલ્લામાં કોઇપણ અન્ય બીમારીના દર્દીને લોહીના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે જીલ્લા આરોગ્ય વિભાગ અને રેડક્રોસ સોસાયટી વિરપુર સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરપુર તાલુકાના સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી વિરપુરના મહેમુદપુરા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો આ રક્તદાન કેમ્પમાં ૭૩ જેટલા રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં વિરપુર તાલુકા આરોગ્ય અધીકારી બી જે માલીવાડ, વિરપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ ડી પી માલીવાડ, સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ એમો ડી વી ઠાકોર વિરપુર તાલુકા રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો સી એન પટેલ,વાઈસ ચેરમેન આસીશ પટેલ, રેડક્રોસ સોસાયટીના પ્રતીનીધી પૃથ્વીરાજ શુક્લ,જોગેન શુક્લ, સહિતના આગેવાનો અને અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.