પાટડીના વડગામે જુની અદાવતે યુવાનને રહેંસી નાખનાર આરોપીને પોલીસે ઝડપી પાડયા.
AT THIS TIME NEWS
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પાંચ આરોપી સહિત એક મહિલા ઝડપી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી
પાટડી તાલુકાના વડગામ ગામે સોમવારે મોડી સાંજે જમીનની જૂની અદાવત મામલે 19 વર્ષના યુવાન રાહુલભાઇ ઠાકોરને ગાડીમાં આવેલા શખ્સોએ રીવોલ્વર સાથે તલવાર અને ધારીયાના હાથે, પગે, મોંઢા પર અને માથામાં ઉપરા છાપરી ઘા ઝીંકી સરાજાહેર ધોળા દિવસે જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો બાદમાં વિરમગામ હોસ્પિટલમાં મૃતક યુવાનનું પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયા બાદ ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે એકઠા થઇ ગયા હતા બીજી બાજુ આ ઘટનાના પગલે ધ્રાંગધ્રા ડી.વાય.એ.પી જે.ડી.પુરોહિત અને જીલ્લા પોલીસ વડા હરેશ દૂધાત સહિતના પોલીસ અધિકારીઓ વડગામ ખાતે દોડી ગયા હતા અને પરિવારજનોએ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતકની લાશ સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો બાદમાં ઘટનાના ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની આરોપીઓને ઝબ્બે કરવા સહિતની માંગણીઓ સ્વિકારાતા લાશનો કબ્જો પરિવારજનો દ્વારા સ્વિકારાયો હતો બાદમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના ધ્રાંગધ્રા ડી.વાય.એસ.પી સ્કવોડ, એલ.સી.બી, એસ.ઓ.જી અને દસાડા પોલીસ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ હત્યાકેસના છ આરોપીઓ જયદેવભાઇ ગીરીશભાઇ ડોડીયા, પસાભાઇ કુબેરભાઇ ડોડીયા, કુલદીપ ઉર્ફે કાનો પસાભાઇ ડોડીયા, અજયભાઇ ડાહ્યાભાઈ વઢેર, કુબેરભાઇ ખેંગારભાઇ ડોડીયા અને નીતાબેન પસાભાઇ ડોડીયા રહે પાંચ આરોપી વડગામ અને એક એરવાડા દસાડા વાળાઓને પાટડી તાલુકાના સુશીયા અને ગોસાણા ગામના સીમ વિસ્તારમાંથી ઝડપી પાડી કોરોના અંગેનો ટેસ્ટ કરાવી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.