યુવતીને લગ્નની લાલચ આપી રાજકોટમાં અનેકવાર દુષ્કર્મ
મૂળ ગીર સોમનાથની વતની અને હાલ રાજકોટમાં રહેતી 23 વર્ષીય યુવતીને એક રેસ્ટોરન્ટમાં પરિચયમાં આવ્યાં બાદ કલ્પેશ નામના શખ્સે લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધ્યા બાદ બસસ્ટેન્ડ નજીકની હોટલમાં લઈ જઈ બે વાર દુષ્કર્મ આચરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મારી નાંખવાની ધમકી આપી તરછોડી દિધી હતી. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના એક વિસ્તારમાં રહેતી મૂળ ગીર સોમનાથ પંથકની 23 વર્ષીય યુવતીએ એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કલ્પેશ નામના શખ્સનું નામ આપતાં પોલીસે દુષ્કર્મ, ધમકી અને એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી દોઢ માસ પહેલાં રેસકોર્ષ નજીક આવેલ એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ગઈ હતી. ત્યારે આરોપી પણ તેમના મિત્ર સાથે ત્યાં જમવા માટે આવ્યો હતો અને બંને વચ્ચે વાતચીત થઈ હતી અને પરીચયના અંતે બંને વચ્ચે મોબાઈલની આપલે થઈ હતી. બાદમાં આરોપી તેને અવારનવાર ફોન કરતો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો.
તેમજ આરોપીએ તેમને લગ્ન કરવાની લાલચ આપી બસસ્ટેન્ડ નજીક આવેલ નોવા હોટેલમાં લઈ ગયો હતો અને ધરારીથી શરીર સબંધ બાંધ્યો હતો. જે બાદ ફરીવાર તેને લગ્નનું વચન આપી તે જ હોટલમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં તેણીએ તેને લગ્ન માટેનું કહેતાં આરોપીએ ના પાડી દિધી હતી અને તેણીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાબતે તેણી ગભરાઈ ગઈ હતી. જે બાદ પરિવારને વાત કરી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી એસીપી બી. જે.ચૌધરીએ તપાસ હાથ ધરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.