ગુજરાત રાજ્યમાં ભારત સરકાર દ્વારા શરુ કરાયેલ તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 નો પ્રારંભ કરાયો. - At This Time

ગુજરાત રાજ્યમાં ભારત સરકાર દ્વારા શરુ કરાયેલ તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 નો પ્રારંભ કરાયો.


અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારત સરકાર દ્વારા શરુ કરાયેલ તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 નો પ્રારંભ કરાયો

કોઇ પણ વ્યક્તિ યોગ્ય ઉપચારો અને અભિગમપૂર્વક વળગીને વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે ઈચ્છાશક્તિ રાખે તો તમાકુનુ વ્યસન છોડી શકે છે : ડો.ચિંતન દેસાઇ

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા અને રાજ્યમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ - 2003ના અમલીકરણ માટે ભારત સરકારના સહયોગથી ગુજરાત રાજ્યમાં વર્ષ 2007-08 થી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. 24 સપ્ટેમ્બરથી અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 પ્રારંભ કરવામાં આવ્યો છે. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં 24 સપ્ટેમ્બર થી 23 નવેમ્બર 2024 સુધી તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 અંતર્ગત તમાકુ મુક્ત શાળા,તમાકુ મુક્ત ગામ સહ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવાનર છે.
અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, વિશ્વમાં દર વર્ષે તમાકુના કારણે ૮૦ લાખ લોકાના મૃત્યુ થાય છે અને પરોક્ષ ધુમ્રપાનની અસરથી વિશ્વમાં દર વર્ષે ૧૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. વિશ્વમાં દર છ સેકન્ડે ૧ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર મીનીટે ૧૦ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. આશરે ૧૮ ટકા હાયરફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે. તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીન નું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે. તમાંકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી, શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી, ચામડી કરચલીવાળી થવી, કેન્સર, દાંતો પીળાં થઈ જવા, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હદયની બિમારી, શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકા આવવાં જેવી તમાકુની ખરાબ અસરો થઇ શકે છે. તમાકુંની આદત છોડવી મુશ્કેલ બાબત નથી.કોઇ પણ વ્યક્તિ યોગ્ય ઉપચારો અને અભિગમપૂર્વક વળગીને વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે ઈચ્છાશક્તિ રાખે તો તમાકુનુ વ્યસન છોડી શકે છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.