શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદનાં ધોરણ-8 ના બાળકોએ 251 ઈકો બ્રિકસ તૈયાર કરી બોટાદ જિલ્લાને ઉદાહરણ પૂરું પાડ્યું - At This Time

શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદનાં ધોરણ-8 ના બાળકોએ 251 ઈકો બ્રિકસ તૈયાર કરી બોટાદ જિલ્લાને ઉદાહરણ પૂરું પાડ્યું


શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદનાં ધોરણ-8 ના બાળકોએ 251 ઈકો બ્રિકસ તૈયાર કરી બોટાદ જિલ્લાને ઉદાહરણ પૂરું પાડ્યું

છાત્રાએ પ્લાસ્ટિક એકઠું કરી ફૂલદાની,ઝુમ્મર સહિતની વિવિધ વસ્તુઓ બનાવી હતી.બોટાદ જિલ્લાની શ્રી યોગીરાજ વિદ્યામંદિરનાં ધોરણ-8 નાં બાળકો દ્વારા પોતાના ઘરની આસપાસના વિસ્તારોમાંથી જ્યાં-ત્યાં પડેલો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરી પોતાની જાતે જ વેસ્ટમાંથી બેસ્ટ બની શકે તેવી ફૂલદાની, પેનસ્ટેન્ડ,ઝુમ્મર, ટેડી બિયર,કુંડા સહિતની અવનવી આઈટમો તૈયાર કરી હતી.શ્રી યોગીરાજ વિદ્યામંદિરનાં આચાર્ય વિરલભાઈ વઢવાણાએ જણાવ્યું કે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા Environment EDUCATION program નાં માર્ગદર્શન થી વિધાર્થીઓ દ્વારા ઈકો બ્રિકસ તૈયાર કરવામાં આવ્યા.શાળામાં પ્રોગ્રામની જાહેરાત કર્યાના 2 દિવસમાં જ ધો-8 નાં બાળકોએ પોતાના ઘરની આસપાસ શંકરપરા,કાદરશેઠની વાડી,જયાનગર,ગાયત્રીનગર,એમ.એમ.પ્રેસ વગેરે.વિસ્તારમાંથી જ્યાં-ત્યાં પડેલ પ્લાસ્ટિકના કચરાને એકઠો કરી ને વેસ્ટમાંથી બેસ્ટ જેવું કે ફૂલદાની,નાનું ઘર,પેનસ્ટેન્ડ,ટેડી બિઅર,જ્યુસ મેકર અવનવા ઝુમ્મર સહિતની વિવિધ વસ્તુઓ બનાવી હતી.ખાસ કરીને શાળાના બાળકોએ બોટલમાં કચરો ભરીને 251 જેટલી ઈકો બ્રિક્સ બનાવી હતી.શાળાના આચાર્ય દ્વારા વિધાર્થીઓને say no to plastic વિષય પર પ્લાસ્ટિકનું પ્રદૂષણ,પ્લાસ્ટિકના કચરાનું વ્યવસ્થાપન,અને પ્લાસ્ટિકના કચરાનો વપરાશ કઈ રીતે કરવો સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને શાળાના ટ્રસ્ટી જે.પી.સાહેબ,રાજુસાહેબ,કે.કે.સાહેબ દ્વારા માર્ગદર્શન અપાયું તેમ જ ભાગ લેનાર તમામ બાળકોને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા પ્રમાણપત્ર અને ઇનામ એનાયત કરાયા હતા.તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકમિત્રોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.