સાયલા તાલુકા ખાતે સંપુર્ણતા અભિયાન સમાપન સમારોહ યોજાયો - At This Time

સાયલા તાલુકા ખાતે સંપુર્ણતા અભિયાન સમાપન સમારોહ યોજાયો


*"સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહ” કાર્યક્રમ સ્થળે પ્રદર્શન સહ વેચાણ માટે સ્ટોલનું આયોજન*
૦૦૦૦૦
*સ્વસહાય જૂથના બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ સ્ટોલની મુલાકાત લેતા અધિકારીશ્રીઓ*

ભારત સરકારના "આકાંક્ષી બ્લોક કાર્યક્રમ" અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં "સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહ” કાર્યક્રમ આશીર્વાદ વિકલાંગ ગૃહ, પોલીસ સ્ટેશન પાછળ, સાયલા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં આકાંક્ષા મિશન મંગલમ હેઠળ ગ્રામ વિકાસ એજન્સી સાયલા દ્વારા “વોકલ ફોર લોકલ”ના ઉદેશ્ય સાથે સ્વસહાય જૂથના બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ યોજવામાં આવ્યું હતું.

તદુપરાંત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટના બાળકો દ્વારા બનાવવામાં આવતા મનમોહક દીવડાની પ્રવૃતિઓ પણ ઉપસ્થિત સર્વેએ નિહાળી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, કલેકટર શ્રી કે. સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર.એમ જલંધરા સહિતના ઉપસ્થિત અધિકારીઓ તથા મહાનુભાવોએ આ પ્રદર્શન રસપૂર્વક નિહાળી સ્વસહાય જૂથના બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.