માનવતા ગ્રુપ ભાભર દ્વારા હાઇવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને મફત છાસ વિતરણ કરાઈ
અત્યારે સમગ્ર રાજ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હિટવેવ જેવી સ્થિતિ છે. લોકો ગરનીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે, આ કાળઝાળ ગરમીમાં સરહદી એવા ભાભર શહેરમાં રાહદારીઓ અને વાહનચાલકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી માનવતા ગ્રુપ ભાભર દ્વારા મફત છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવતા રાહદારીઓ, વાહનચાલકોએ મોટી સંખ્યામાં લાભ લઈ ગરમીથી રાહત અનુભવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયની સાથે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેના કારણે રસ્તા પર પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. ભાભર શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરના રાહદારીઓ અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી માનવતા ગ્રુપ ભાભર દ્વારા આજે વાવ સર્કલ પાસે ટેન્ટ લગાવી મફત 7500થી વધુ ઠંડી છાશના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે અહીંયાંથી પસાર થતા લોકોએ પણ છાસ પીને ગરમીથી થોડી રાહત અનુભવી હતી.આ કાર્યમાં નગરપાલીકા ના પ્રમુખશ્રી, મામલતદાર સાહેબશ્રી ભાભર, નગરપાલીકા ના નગર સેવકો, પોલીસ સ્ટાફ ભાભર, પત્રકાર મીત્રો ભાભર,માનવતા ગ્રુપ ભાભર ટીમ અને ગૌ સેવા ગ્રુપ ના યુવાનો સેવામાં જોડાયા હતા
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.