જામનગરમાં ૧૦૮ ની ટીમ દ્વારા આજે વિશ્વ હૃદય દિવસ ની વિશેષ રૂપે ઉજવણી
જામનગરમાં ૧૦૮ ની ટીમ દ્વારા આજે વિશ્વ હૃદય દિવસ ની વિશેષ રૂપે ઉજવણી
જામનગર પોલીસ તેમજ એસ.ટી વિભાગના કર્મચારીઓ નું હેલ્થ ચેકઅપ કરાવી જરૂરી માર્ગદર્શન અપાયું
મેડિકલ ઇમરજન્સીમાં શું ત્વરિત કાર્યવાહી કરવી અને ૧૦૮ ને સ્થળ પર બોલાવવી વગેરેનું માર્ગદર્શન અપાયું
જામનગર શહેરમાં આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જામનગર ઇએમઆરઆઇ જીએચેસ ૧૦૮ ની ટીમ દ્વારા વિશેષ રૂપે ઉજવણી કરાઈ હતી, અને જામનગરના પોલીસ વિભાગ તેમજ એસ.ટી ના કર્મચારીઓનું હેલ્થ ચેક કરીને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. ઇમરજન્સી સમયે શું ત્વરિત કાર્યવાહી કરવી તેના સહિતની વિશેષ જાણકારી અપાઈ હતી. જામનગર શહેરમાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એસ.પી. કચેરી પાસે આજે જામનગર ઇએમઆરઆઇ જીએસએસ ૧૦૮ દ્વારા વિશ્વ હૃદય દિવસ નિમિત્તે વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી, અને પોલીસ વિભાગના કર્મચારીઓ કે જે તમામનું હેલ્થ ચેક અપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૦૮ ની ટીમના જિલ્લા મેનેજર જયદેવસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટિમ દ્વારા તમામ પોલીસ મિત્રોને ઇમરજન્સીમાં શું કાર્યવાહી કરવી, તે વિશેની સમજ આપી હતી. સાથોસાથ બનાવના સ્થળ ઉપર ૧૦૮ ની એમ્બ્યુલન્સ ને વહેલામાં વહેલી તકે કઈ રીતે બોલાવી શકાય, તે અંગેની જરૂરી સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયતની કચેરીના પટાંગણમાં એસ.ટી.વિભાગના કર્મચારીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ તમામનું હેલ્થ ચેકઅપ કરીને ૧૦૮ ની કામગીરી સંદર્ભે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.