રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૫માં શાળાનં.૭૨ના સ્કુલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૫માં શાળાનં.૭૨ના સ્કુલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત.


રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળામાં અભ્યાસ કરતા મધ્યમ અને નબળા વર્ગના વિધાર્થીઓને એક સુંદર અને શાંત વાતાવરણમાં અધ્યતન સુવિધા મળે તે હેતુસર ક્રમશ: શાળાના જુના બિલ્ડીંગ દુર કરી તે જ સ્થાને નવા બિલ્ડીંગ બનાવવામાં આવે છે. જે અંતર્ગત આજ તા.૨૬/૭/૨૦૨૪, શુક્રવારના રોજ વોર્ડનં.૫માં આર્યનગર શેરીનં.૬, સંતકબીર રોડ પર આવેલ શાળાનં.૭૨ના જુના બિલ્ડીંગને દુર કરી તે જ સ્થળે રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની ગ્રાંટમાંથી રૂ.૨.૮૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવા સ્કુલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા અને શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા, પૂજાબેન પટેલ, શહેર ભાજપ મંત્રી ભગવતીબેન ઘરોડીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ મનસુખલાલ પૂજારા, શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન પ્રવિણકુમાર નાનાલાલ નિમાવત, વોર્ડનં.૫ના કોર્પોરેટર અને શિશુ કલ્યાણ, ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, વોર્ડનં.૫ના કોર્પોરેટર અને માધ્યમિક અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, કોર્પોરેટર હાર્દિકભાઈ ગોહિલ, શિક્ષણ સમિતિ સભ્યો હિતેશભાઈ હસમુખરાય રાવલ, મનસુખભાઈ મુળજીભાઇ વેકરીયા, વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા, વિરમભાઈ કમાભાઈ સાંબડ, રસિકભાઈ દામજીભાઈ બદ્રકીયા, અજય ગોપાલભાઈ પરમાર, સુરેશ નૌતમલાલ રાઘવાણી, જયદીપભાઈ અરજણભાઈ જલુ, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, વોર્ડનં.૫ના આસી.એન્જી.રાકેશ વસોયા, વોર્ડનં.૫ના પ્રભારી દુષ્યંતભાઈ સંપટ, પ્રમુખ પરેશભાઈ લીંબાસીયા, મહામંત્રી દિનેશભાઈ ડાંગર, શહેર બક્ષીપંચ મોરચા મહામંત્રી બાબુભાઈ માટીયા, વોર્ડના આગેવાનો ભાદાભાઈ રાદડીયા, અનિલસિંહ પરમાર, જયપાલસિંહ વાઢેર, બિપીનભાઈ ગોહેલ, ભરતભાઈ મકવાણા, નાગજીભાઈ રાદડીયા, વિકાસ ચૌહાણ, નિરવ મોલિયા, રાજુભાઈ વેકરીયા વગેરે ઉપસ્થિત રહેલ હતા. આ નિર્માણ પામનાર સ્કુલના નવા બિલ્ડીંગમાં આશરે ૧૬૦૦.૦૦ ચોરસ મીટરમાં બાંધકામ કરવામાં આવનાર છે. જેમાં, ગ્રાઉન્ડ ફ્લોરમાં પ ક્લાસરૂમ, એક પ્રાર્થના હોલ, બોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ ટોઇલેટ બ્લોક્સ, પ્રિન્સીપાલ રૂમ, સ્ટાફ રૂમ અને સ્ટોર રૂમ તેમજ ફર્સ્ટ ફ્લોરમાં પ ક્લાસરૂમ, એક લેબ, બોયઝ અને ગર્લ્સ માટે અલગ-અલગ ટોઇલેટ બ્લોક્સ, મિટીંગ હોલ અને સ્ટોર રૂમ બનાવવામાં આવનાર છે. આ સ્કુલ બિલ્ડીંગથી આ વિસ્તારના અંદાજીત શાળાનં.૭૨ ના ૮૦૦ થી વધારે વિદ્યાર્થીઓને શિક્ષણની સારી સુવિધા પ્રાપ્ત થનાર છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.