સંતકબીર રોડ પર પ્રેમલગ્નના મનદુ:ખનો ખાર રાખી યુવકના પરિવારે યુવતીના કાકાને મારમાર્યો
મુંજકામાં રહેતા યુવાનને સંત કબીર રોડ પર નાલા પાસે બે શખ્સે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાનના મોટાભાઈની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હોય જે બાબતે યુવકના પરિવારજનો સાથે મનદુ:ખ ચાલતું હોય તેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.આ અંગે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મુંજકામાં રહેતા હરેશ લાભુભાઈ બોરીચા(ઉ.વ 40) દ્વારા બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજય ડાયાભાઇ હુંબલ અને તેની સાથેના એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ,મોટાભાઈ અલ્પેશભાઈની દીકરીએ ભીચરી ગામે રહેતા અજયભાઈના સગા સાથે પ્રેમલગ્ન કર્યા હોય જે બાબતે યુવાનના મોટાભાઈ અને તેની દીકરીએ જેની સાથે પ્રેમલગ્ન કર્યા છે.બંને વચ્ચે મન દુ:ખ ચાલતું હતું. દરમિયાન ગઈકાલે હરેશભાઈ આરટીઓ પાસે બહેનના ઘરે વ્યવહારિક કામ માટે ગયા બાદ પરત ફરતા હતા
ત્યારે સંત કબીર રોડ પર કાકડીયા ઓટો કન્સલ્ટની ઓફિસ પાસે આરોપી અજય ફરિયાદીને રોકી કહ્યું હતું કે, તારો ભાઈ કેમ અમારી સાથે મન દુ:ખ રાખે છે તેમ કહી ગાળો આપી હતી જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા આ બંને શખસોએ યુવાનને ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી કે તને તથા તારા ભાઈ અલ્પેશને ધ્યાનથી મારી નાખીશું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.