બોટાદ પ્રાંત અધિકારીનાં અધ્યક્ષસ્થાને ગઢડા અને બોટાદ તાલુકાની લેન્ડ કમિટીની બેઠક યોજાઇ
બોટાદ પ્રાંત અધિકારીનાં અધ્યક્ષસ્થાને ગઢડા અને બોટાદ તાલુકાની લેન્ડ કમિટીની બેઠક યોજાઇ
મકાનવિહોણા લોકોને અગ્રતાનાં ધોરણે પ્લોટ આપવામાં આવે તે તાલુકા કક્ષાની લેન્ડ કમિટીનો મુખ્ય ઉદ્દેશ
બોટાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલનાં અધ્યક્ષસ્થાને ગઢડા અને બોટાદ તાલુકાની લેન્ડ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગઢડા તાલુકા હેઠળના ગ્રામ્ય વિસ્તારના મફત પ્લોટના ૮૨ ફોર્મ રજૂ થયા હતા. જેમાં ૩૬ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા તથા ૧૬ ફોર્મ રિચેકિંગ માટે પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. પાત્રતા ન ધરાવતા અન્ય લાભાર્થીઓની અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ કમિટીનાં સભ્યો એવા ગઢડાનાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને કમિટીના સભ્યો દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીને મફત પ્લોટ ફાળવવા સંમતિ આપવામાં આવી હતી જ્યારે બોટાદ તાલુકાની લેન્ડ કમિટીની બેઠકમાં ચાર ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા તથા ત્રણ ફોર્મ રિચેકિંગ માટે પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. આ પ્રક્રિયામાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને તાલુકા વિકાસ અધિકારીશ્રી હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્લોટ વિહોણા તથા મકાન વિહોણા લોકોને અગ્રતાનાં ધોરણે પ્લોટ આપવામાં આવે તેવો જિલ્લામાં તાલુકા કક્ષાની લેન્ડ કમિટીનો મુખ્ય ઉદ્દેશ હોય છે.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.