દુબઈમાં બનશે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ - At This Time

દુબઈમાં બનશે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ


દુબઇમાં બનશે દુનિયાનું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ. દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મક્યૂમે નવા ટર્મિનલને મંજૂરી આપી. આ કામ પાછળ કુલ 2.9 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. વર્તમાન એરપોર્ટની તુલનામાં પાંચ ગણું મોટું હશે નવું એરપોર્ટ. એક વર્ષમાં 26 કરોડ મુસાફરો અવરજવર કરી શકશે. સમાનાંતર પાંચ રનવે હશે, 400 એરક્રાફ્ટ ગેટ બનાવાશે, એરપોર્ટની ચારેય તરફ આખું શહેર વસાવાશે. દસ લાખ લોકોના હાઉસિંગ પ્રોજેક્ટનું કામ કરાવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.