શીર્ષક : ફાગણ આયો.
શીર્ષક : ફાગણ આયો.
નીલ શાંત વ્યોમ ને ફાગણ ની કાળજાળ,
ફૂટે છે ધરતી ને ફૂટે છે ધરતી ના શ્વાસ ,
લીલું શરીર ખીલ્યા શતદલ આયો ફાગણીયો ફાલ.
ઝીણું જંતર વાગતું ને સાંભળે લીલીછમ ડાળ,
મનની ડાળ ઉપર પાંદડે પંખી ના શ્વાસ,
પારિજાતના શરણે રંગીન ઝાંય આયો ફાગણીયો ફાલ.
લુંબઝૂંબ લીલીકુંજાર ઝુમી રહી ગુલમહોરની ડાળ,
ખુશ્બુ છે ખીલી ચોગમ હરિયાળી ના શ્વાસ,
કૂંડામાં ઊગ્યું સાવ નાનું ફૂલ આયો ફાગણીયો ફાલ.
કોરીકટ માટલી સળગે ને ફાગણ ની કાળજાળ,
પાણિયારે મળ્યા છે આજ દિવડા ના શ્વાસ,
સાગરજલનો નીલનીતાર આયો ફાગણીયો ફાલ.
~ બીજલ જગડ
મુંબઈ ઘાટકોપર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.