જિલ્લા કોર્ટ લુણાવાડા ખાતે ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમ કચેરીનુ કાર્યરત - At This Time

જિલ્લા કોર્ટ લુણાવાડા ખાતે ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમ કચેરીનુ કાર્યરત


ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યના મહીસાગર સહિત 18 જિલ્લાઓમાં "લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમ" (કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર સિસ્ટમ) ની કચેરીનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.જે અંતર્ગત આજરોજ મહીસાગર જીલ્લા ન્યાયાલય ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેનશ્રી એચ એ દવે દ્વારા જિલ્લા સ્તરની લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમ ની કચેરી કાર્યરત કરવામાં આવી જેમાં જિલ્લાના તમામ વરિષ્ઠ ન્યાયાધીશશ્રી તથા મહીસાગર જિલ્લા બાર એસોસિએશન પ્રમુખના પ્રમુખશ્રી એ કે પટેલ તથા બારના વરિષ્ઠ વકીલશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલમાં લીગલ એ ડિફેન્સ કાઉન્સિલશ્રી એસ એ પટેલ ડેપ્યુટી લીગલ એ ડિફેન્સ કાઉન્સેલશ્રી પી આર દવે તથા આસિસ્ટન્ટ લીગલ એડ કાઉન્સિલશ્રી જે એસ પંડ્યાની નિમણૂક કરવામાં આવી.લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલ સિસ્ટમ (LADCS) એ પ્રવર્તમાન કાનૂની સહાય ને બદલે ફોજદારી કેસોમાં જરૂરિયાતમંદ અરજદારોને સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવા માટેની નવી રચના છે. વધુ વ્યાવસાયિક રીતે ગુણાત્મક કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળે (નાલસાએ), લીગલ એઇડ ડિલિવરી આધારિત સ્કીમ એટલે કે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલ સિસ્ટમ તૈયાર કરી છે જેમાં સપોર્ટ સિસ્ટમ સાથે વકીલોની પૂર્ણ સમયની સંલગ્નતા સામેલ છે.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.