રાજકોટ સિવિલમાં આજે કલેક્ટરની મહત્વની બેઠક: તૈયારીઓનું નિરીક્ષણ કરશે
સમગ્ર વિશ્વભરમાં કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે. ત્યારે દેશ અને ગુજરાતમાં પણ હવે તંત્ર એલર્ટ થઇ ગયું છે ત્યારે રાજ્યના રાજકોટ શહેરમાં કોરોનાને લઈને તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં આજે કલેકટરની મહત્વની બેઠક યોજાશે.
રાજકોટ સિવિલમાં 100 બેડ પણ તૈયાર કરી દેવાયા
સિવિલમાં સંભવિત કોરોનાની દહેશત વચ્ચે કલેક્ટર તૈયારીઓનું નિરીક્ષણ કરશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 100 બેડ પણ તૈયાર કરી દેવાયા છે. તદુપરાંત દવાનો જથ્થો તેમજ ઓક્સિજન સહીતની તમામ વ્યવસ્થાની સમીક્ષા કરાશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે, દેશમાં કોવિડને અટકાવવા સરકાર સતર્કતાથી પગલાં લઈ રહી છે, ચોથો વેવ દેશમાં ન આવે માટે સતર્ક કરી રહ્યાં છીએ, ગુજરાતની જનતા સતર્ક રહે ગભરાવાની જરૂર નથી.
તમને જણાવી દઇએ કે, ચીન સહિત વિશ્વના દેશોમાં ફરી કોરોના કહેર વર્ષી રહ્યો છે. જેને લઈને અનેક દેશોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ગુજરાતમાં કોરોના વકરે નહિ તે માટે આગમચેતીના ભાગરૂપે તંત્ર એલર્ટ બન્યું છે. જેના સરકાર દ્વારા મિટિંગ બોલાવી સંબંધિત વિભાગને સૂચના અપાઈ છે તો હૉસ્પિટલોમાં પણ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વધુમાં રાજકોટની શાળામાં માસ્ક ફરજીયાત કરાયા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.