સિટિબસના ડ્રાઇવર-કંડકટરની દાદાગીરી: રિક્ષાચાલકને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો - At This Time

સિટિબસના ડ્રાઇવર-કંડકટરની દાદાગીરી: રિક્ષાચાલકને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો


સિટિબસના ડ્રાઇવર અને કંડકટરની અવારનવાર દબંગાઈ સામે આવતી રહે છે. તેવી જ રીતે શાસ્ત્રીનગર પાસે સિટિબસના ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવી રીક્ષા ચાલકને મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં મામલો તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો અને ડ્રાઇવર તથા કંડકટર વિરૂદ્ધ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે કાલાવાડ રોડ પર આવેલ વામ્બે આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં દીપકભાઈ પ્રતાપભાઈ કાથડ (ઉ.વ.23) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે મુસ્તુફા શાહબુદ્દીન કુરેશી (રહે. ગંજીવાડા શેરી નં.38) અને રમજાન હાસમ હાલા (રહે. શ્રમજીવી સોસાયટી શેરી નં.4) નું નામ આપ્યું હતું. વધુમાં ફરિયાદમાં તેઓએ જણાવ્યું કે, તેઓ રીક્ષા ચલાવુ છે અને ગઈકાલે સાંજના સાડા પાંચેક વાગ્યાની આસપાસ ઓટો રીક્ષામાં પેસેન્જર ભરી ભીમનગરથી નાનામવા સર્કલ જતો હતો
ત્યારે શાસ્ત્રીનગરના ગેટથી આગળ રોડ ઉપર એક સીટીબસ રોડની સાઈડમાં ઉભેલ હતી. તે વખતે તેઓ રીક્ષા સીટીબસની આગળ કરી સાઈડમાં લેવા જતા હતાં ત્યારે સીટીબસના ડ્રાઇવરે બસ ચલાવતા રીક્ષાની પાછળ અડી જતાં તેમનો સીટીબસનો ચાલક સાથે ઝઘડો થયેલ બાદમાં સીટીબસના ડ્રાઈવરે ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતાં. બાદમાં બસમાંથી કંડકટર પણ નીચે ઊતરી તેઓને શરીરે ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને ધક્કો મારતાં કાર પર પટકાતાં હાથમાં ઇજા પહોંચી હતી. બાદમાં ત્યાંથી તેઓના સંબંધી ત્યાંથી નીકળતા
તેઓએ વચ્ચે પડી તેમને છોડાવી 100 નંબર ઉપર પોલીસને જાણ કરતા પોલીસની ગાડી આવી જતા તેમને અને સીટી બસના ડ્રાઇવર તથા ક્લીનરને તાલુકા પોલીસ મથક ખાતે લઈ ગયેલ જયાં બંને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી બંને આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી એસસી એસટી સેલના એસીપી વી.જે.પટેલે વધું તપાસ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.