કાયદો કારગત નીવડશે ? ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫ - At This Time

કાયદો કારગત નીવડશે ? ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫


કાયદો કારગત નીવડશે ?
ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫

ગુજરાત રાજ્ય માં તાજેતર માં આરોગ્ય ક્ષેત્રે ખ્યાતિ કાંડ ની કુખ્યાતી બાદ સરકારી આરોગ્ય સિસ્ટમ ઉપર ભારે થુંથું બાદ રાજ્ય ના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ દ્વારા વિધાનસભા ગૃહમાં 'ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થયું. ૨૦૨૫' રજૂ કરાયું હતું. જે વિધાનસભામાં સર્વાનુમતે પાસ પણ થયું પણ આ કાયદો કારગત નીવડશે ખરો ? કાયદા નીતિ નિયમો બને છે સારા માટે પણ પુરવાર થાય છે નઠારા એનું શું ? જે તે ના સંચાલન હેઠળ આવતો કાયદો તે તંત્ર માટે દુજણી ગાય બની રહે છે તેમાં કોણ ના કહી શકે ?
ટર્મિનેટ પ્રેગ્નેટ એક્ટ ૧૯૭૨ બન્યો છતાં ભૃણ હત્યા ક્યાં અટકી ? ડોકટર ની સલાહ વગર ની દવા બેધારી તલવાર છે તેમ છતાં બેરોકટક ચાલે છે દવા ઓનો વેપાર આ કાયદા હેઠળ રાજ્યની હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, ક્લિનિક, સેનીટોરીયમ, ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજિકલ, બેકટેરીયોલોજિકલ, જીનેટિક, રેડિયોલોજિકલ, કેમિકલ, બાયોલોજિકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામાં આવતી હોય તેવી સંસ્થાઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહે છે.જિલ્લા રજિસ્ટ્રેશન સત્તામંડળના આદેશો સામેની અપીલ સાંભળવા માટે રાજ્ય કાઉન્સિલને તેના સભ્યો પૈકી કોઈ એક વ્યક્તિને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી છે.ચિકિત્સા સંસ્થા માટેની રાજય કાઉન્સિલમાં ડેન્ટલ, હોમિયોપથી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે જે તે ચિકિત્સા પદ્ધતિની કાઉન્સિલ કે બોર્ડના એક-એક સભ્યની નિમણૂક માટે જોગવાઈ કરી તે ચિકિત્સા પદ્ધતિની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવશે.રાજ્ય કાઉન્સિલમાં અને જિલ્લા રજિસ્ટ્રેશન સત્તામંડળના નામનિયુક્ત સભ્યના હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદ્દત માટે પુનઃ નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરવામાં આવી.આ સુધારા વિધેયક દ્વારા, કાયદાની કલમ– ૯ (૪)માં કાયમી શબ્દ નહિ, પરંતુ કામચલાઉ શબ્દની જોગવાઈ કરવામાં આવી છે.
યોગ અને નેચરોપથી (નિસર્ગોપચાર પદ્ધતિ) ને માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત કરાઈ છે.કાયદા કે નિયમોની કોઈ જોગવાઈના ભંગના કિસ્સામાં રજિસ્ટ્રેશનને રદ્દ કરવાની તેમજ રૂ.૧૦ હજારથી રૂ.૧ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે ઇન્ડિયન મેડિકલ સેનેટ સભ્ય આરોગ્ય તંત્ર ડી એસ ઓ ટી એસ ઓ ઉપરાંત અનેક અનેક વ્યવસ્થા તંત્ર પછી પણ ઘોડા ડોક્ટરો રોજ પકડાય છે હવે તો યોગ અને કસરત કરાવતા ડિપ્લોમેટ પણ મોટા અક્ષરો માં ડો ફલાણા ફલાણા નિષ્ણાંત તબીબ બેફામ લૂંટ ચલાવે છે દરેક રોગો ની દવા દેતા ઉંટ વૈદ ઝોલા છાપ વિરુદ્ધ તંત્ર શુ તીર મારશે ? ડોકટરના પ્રિસ્કીપશન વગરની દવા બેધારી તલવાર છે એકને જીવનદાન આપતી બીજાને માટે અભિશાપ નીવડે છે રાજ્ય માં કેટલાય બનાવટી તબીબ છે તેનો આંકડો ખૂબ મોટો છે ગામડા થી મહાનગરો સુધી કોઈ પણ ભય વગર આવા ઝોલા છાપ અસલી તબીબો ને પણ ટક્કર મારે તેવી મોટી ફી વસૂલી અખતરા મારી રહ્યા છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image