મહુવા તાલુકાના ગુંદરણા, કુંભારિયા, સમઢિયાળા પટ્ટી, ભગુડા, કસાણ, સમઢિયાળા પટ્ટી નં.૩ વગેરે પથકના ગામોમાં ખેડૂતોને શેરડીના પાકમાં સુકારો આવતા ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.
મહુવા તાલુકાના ગુંદરણા, કુંભારિયા, સમઢિયાળા પટ્ટી, ભગુડા, કસાણ, સમઢિયાળા પટ્ટી નં.૩ વગેરે પથકના ગામોમાં ખેડૂતોને શેરડીના પાકમાં સુકારો આવતા ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.
મહુવા તાલુકાના ગુંદરણા પંથકના ગામોમાં શેરડીના પાકમાં સુકાવાનો રોગ આવી ગયો છે આથી ધરતીપુત્રોને શેરડીનો પાક આમ તો આઠ મહિને તૈયાર થાય છે પરંતુ છ માસનો શેરડીનો પાક સારો હતો અને છ મહિનાના શેરડીના પાકમાં સુકાવાનો રોગ લાગુ થતાં ધરતીપુત્રોને મોંઢે આવેલ કોળીયો છીનવાઇ ગયો છે.
આથી આ પંથકમાં 1500 વિઘા જમીનમાં શેરડીનો પાક ઉભો હતો તે તમામ ગામોના ખેડુતોને સુકાવાનો રોગ લાગુ થતાં ધરતીપુત્રોને મોટું નુક્સાન થયું છે. શેરડીમાં અંદરના ભાગેથી પોલી અને લાલને સુકાવા લાગે છે આથી તે શેરડી બગડી જાય છે આથી ખેડૂતોએ છ મહિના સુધી રાત દિવસ મહેનત કરવી પડે છે અને અંતે શેરડીનો પાક માલઢોર નો ચારો બની જાય છે. બજારમાં કોઈ તે માલ ખરીદી કરતું નથી આથી ખેડૂતોએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ખેડૂતોને લાખો રૂપિયાનુ નુકસાન થયું છે આ પંથકમાં સર્વે કરીને ખેડૂતોને નુકસાનીનું વળતર મળે તેવી માંગ છે.
ઓર્ગેનિક સજીવ ખેતીથી ખેડૂતોને ફાયદો થશે
સમઢિયાળા પટ્ટીના ખેડુત અમરુભાઈ કોબાડ દ્વારા મુખ્યમંત્રીને લેખીત અરજી કરવામાં આવી છે કે તળાવ ખાતે શેરડી સંશોધન કેન્દ્ર ખાતે ગાય આધારિત ઓર્ગેનિક સજીવ ખેતી તાલીમ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે તો મહુવા, તળાજાના તથા અન્ય તાલુકાના ખેડૂતોને ફાયદો થશે અને પાક સારો થશે તેવું જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
