ધોલેરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો દિવસ ની ઉજવણી કરવામાં આવી. - At This Time

ધોલેરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો દિવસ ની ઉજવણી કરવામાં આવી.


અમદાવાદ જીલ્લા ના ધોલેરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો દિવસ ની ઉજવણી કરવામાં આવી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અમદાવાદ ડો.શૈલેષ પરમાર ના માર્ગદર્શન હેઠળ ધોલેરા તાલુકાના ધોલેરા ,ભડીયાદ અને પીપળી પ્રા.આ.કેન્દ્રના વિસ્તારના તમામ ગામોમાં પોલિયો દિવસ ની ઉજવણી કરવામાં આવી.આ સંદર્ભમાં તાલુકા કક્ષા નું ઉદ્ધાટન પ્રા.આ.કેન્દ્ર ધોલેરા ખાતે ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઇ ડાભી ના વરદ હસ્તે પોલિયોના બે ટીપા બાળકોને પીવડાવી પોલીયો અભિયાન ની શરૂઆત કરાવેલ. આ પ્રસંગે શાસક પક્ષના નેતા પ્રતિનીધી અનિલભાઇ વેગડ, ધોલેરાના સામાજિક અગ્રણી નિર્મલસિંહ ચુડાસમા,તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનીધી રાજુભાઇ વસાણી, ધોલેરા ગામ સરપંચ ગોવિંદભાઇ ધરજીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાકેશ મહેતા, ડો સિરાજ દેસાઈ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પિનલબેન સોની, તથા તાલુકા આગેવાનો અને આરોગ્યની ટીમ હાજર રહેલ
આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ધોલેરા ડો.રાકેશ મહેતા ના જણાવ્યા અનુસાર પોલીયો મહા અભિયાનમાં તાલુકાના કુલ ૩૯ ગામોમાં પોલિયો રવિવારના દિવસે દરેક ગામમાં બુથ બનાવી ૦ થી ૫ વર્ષના તમામ અંદાજીત ૭૦૦૦ થી વધારે બાળકોને આવરી લેવાનું આયોજન કરેલ છે. હજુ બે દિવસ આરોગ્યની ટીમ દ્રારા ઘરે ઘરે ફરીને બુથ પર ન આવી શકયા હોય તેવા બાળકોને પોલિયોનાં બે ટીપા પીવડાવાની કામગીરી કરવામાં આવશે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.