18 સ્ટેશન, 7 ઓફિસમાં 519 કિલોવોટના સોલાર પ્લાન્ટમાં 4.54 લાખ યુનિટ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરી 27.18 લાખની બચત કરી - At This Time

18 સ્ટેશન, 7 ઓફિસમાં 519 કિલોવોટના સોલાર પ્લાન્ટમાં 4.54 લાખ યુનિટ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરી 27.18 લાખની બચત કરી


રાજકોટ રેલવે ડિવિઝને સોલાર પાવર પ્લાન્ટ લગાવી પર્યાવરણ સંરક્ષણ મુદ્દે પ્રતિબદ્ધતા દાખવી

રાજકોટ રેલવે ડિવિઝનમાં આવતાં વિવિધ સ્ટેશન પર સોલાર પાવર પ્લાન્ટ લગાવી પર્યાવરણ સંરક્ષણ મુદ્દે પ્રતિબદ્ધતા દાખવીને એક વર્ષમાં રૂ.27.18 લાખની ઊર્જા બિલમાં બચત કરી છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમાર, સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ ઇજનેર રજની યાદવ દ્વારા પ્રદૂષણ અટકાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં કામ શરૂ કર્યું હતું. જે કામગીરી દરમિયાન રાજકોટ ડિવિઝનમાં આવતા વિવિધ 18 રેલવે સ્ટેશન અને રેલવે ઓફિસની 7 બિલ્ડિંગમાં કુલ 519 કિલોવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા હતા. સોલાર પ્લાન્ટથી મોટા-નાના સ્ટેશન પરના લાઇટ, પંખા, કમ્પ્યૂટર, વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટ ચલાવવાનું ચાલુ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.