દિલ્હીની ગેંગની 460 લોકો સાથે 1.01 કરોડની છેતરપિંડી - At This Time

દિલ્હીની ગેંગની 460 લોકો સાથે 1.01 કરોડની છેતરપિંડી


રાજકોટના બેને એજન્ટ બનાવી કૌભાંડ આચર્યું’તું

રોકાણકારોને લોભામણી સ્કીમો બતાવી અવારનવાર ચીટર ટોળકી દ્વારા લાખો રૂપિયા ઓળવી જવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે દોઢ વર્ષ પૂર્વે દિલ્હીની ચીટર ટોળકીએ અનેક રોકાણકારોને રાતેપાણીએ રોવડાવ્યાના બનાવની તપાસના અંતે રાજકોટ સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધ્યો છે. પુનિત સોસાયટી પાછળ અવલ પાર્કમાં રહેતા શ્યામ કાંતિલાલ ઠુમ્મર નામના કારખાનેદારે દિલ્હીની ધી ટ્રેડ લોર્ડ એલ.એલ. નામની કંપની તેમજ કંપની સાથે જોડાયેલા ધીરજસિંઘ રાજપાલ તખ્ખર, દીપકસિંઘ સુભાષચંદ, પ્રવીણસિંઘ ચૌધરી અને રાજકોટના ન્યૂ સાગર સોસાયટીના અશોક ટપુ સોરઠિયા, પોપટપરાના નવલસિંહ ગુમાનસિંહ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.