પહેલ:1લીથી અણગમતા કૉલથી છુટકારો થશે પરંતુ ઇમરજન્સી નડે તેવી ભીતિ - At This Time

પહેલ:1લીથી અણગમતા કૉલથી છુટકારો થશે પરંતુ ઇમરજન્સી નડે તેવી ભીતિ


અનિચ્છનીય કોલથી પરેશાન મોબાઇલ યુઝર્સ પહેલી સપ્ટેમ્બરથી રાહતનો શ્વાસ લઈ શકે છે. શરત એટલી છે કે વ્હાઇટ લિસ્ટ (સેફ નંબર)માં સામેલ કંપનીઓ ઇમરજન્સી સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને બ્લોક નંબરને રિએક્ટિવેટ ન કરી દે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) હાલ આ સમસ્યાને ઉકેલવામાં લાગી છે. દૂરસંચાર નિયામક ટ્રાઇએ બીએસએનએલ, આઇડિયા-વોડાફોન, એરટેલ, જિયો સહિત તમામ ટેલિકોમ પ્રોવાઇડર્સ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. તેને પહેલી સપ્ટેમ્બરથી કડકાઈથી લાગુ કરવા કહેવાયું છે. ટ્રાઇએ 140 મોબાઇલ નંબર સીરિઝથી શરૂ થનારા ટેલિમાર્કેટિંગ કોલ અને કોમર્શિયલ મેસેજિંગને બ્લોક ચેન આધારિત ડિસ્ટ્રિબ્યુટેડ લેઝર ટેક્નોલોજી (ડીએલટી) પ્લેટફોર્મ પર શિફ્ટ કરવા કહ્યું છે. કંપનીઓ નંબર અનબ્લોક થવાનો ફાયદો ઉઠાવે છે
કુદરતી આપત્તિ, આંતરિક કે બાહ્ય સુરક્ષા અથવા જરૂરી સુરક્ષા નિર્દેશો આપવા માટે સામાન્ય રીતે 15-20 દિવસમાં થોડાક સમય (બે કલાક) સુધી નંબર અનબ્લોકની શ્રેણીમાં આવી જાય છે. ત્યારબાદ નંબર જાતે બ્લોક નથી થતો. તેનો ફાયદો ઉઠાવીને માર્કેટિંગ કંપનીઓ મેસેજ અને કોલ શરૂ કરી દે છે. ટ્રાઇના અધિકારીએ કહ્યું કે ઇમરજન્સી જેવી સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને મેસેજ કરવા પર ટેલિમાર્કેટર કંપનીઓનું સબસ્ક્રિપ્શન એક મહિના માટે રદ થશે. ભૂલનું પુનરાવર્તન થશે તો બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.