જસદણના શીવરાજપુર ગામે ખેતીની જમીન પચાવી પાડનાર ત્રણ ઈસમો સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ફરીયાદ - At This Time

જસદણના શીવરાજપુર ગામે ખેતીની જમીન પચાવી પાડનાર ત્રણ ઈસમો સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ફરીયાદ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના શીવરાજપુર ગામે ખેતીની જમીન પચાવી પાડનાર ૩ શખ્સો સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ફરીયાદ થયા બાદ શખ્સોની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણ પો.સ્ટે.ના શીવરાજપુર ગામમાં રહેતાં ફરીયાદી રમેશભાઇ લખમણભાઇ સોલંકીએ તેઓની ફરીયાદ જાહેર કરેલ કે, તેઓના માતુશ્રીની કાયદેસરની માલીકીની જમીન જસદણ તાલુકાના શીવરાજપુર ગામના સર્વે નં.૩૧૦ પૈકી-૨ ની હે.આરે.૧-૪૦-૬૩ જમીન આરોપીઓએ મળી ગેરકાયદેસર રીતે દબાણ કરી કોઇ પણ જાતના હક્ક દાવા વગર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડેલની ફરીયાદ જાહેર કરેલ. જે અંગે જસદણ પોલીસે કલમ-૫૦૪,૧૧૪ તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ ની કલમ ૪,૫ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. દરમ્યાન જીલ્લા અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા સુચના આપેલ. જેથી જસદણ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓ (૧) વિરજી રવજીભાઇ મકવાણા, ગોવિંદ જાગાભાઇ મકવાણા તથા (૩) ચેતન ઉર્ફે દુદાભાઇ પુંજાભાઇ મકવાણા, બધા રહે. શીવરાજપુર વાળાની ધરપકડ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.