મોરબી રોડ બ્રિજ ઉતરતા ટ્રકની હડફેટે સાયકલ સવાર વૃદ્ધનું કમકમાટીભર્યુ મોત - At This Time

મોરબી રોડ બ્રિજ ઉતરતા ટ્રકની હડફેટે સાયકલ સવાર વૃદ્ધનું કમકમાટીભર્યુ મોત


મોરબી રોડ પર બ્રિજ ઉતરતા જ પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રકની હડફેટે સાયકલ સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર ઉત્સવ સોસાયટીમાં રહેતા કેશુભાઈ ખોડાભાઈ ભેસાણીયા ઉ.વ.60 મોરબી રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપમાં હવા ભરવાની નોકરી કરતા હતા. તેઓ આજે બપોરે પોતાના ઘરે જમીને પેટ્રોલપંપ પર કામે જતા હતા ત્યારે મોરબી રોડ બ્રિજ ઉતરતા જ પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા કાળમુખા ટ્રકે હડફેટે લેતા તેઓને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.
બનાવ અંગે જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાતા દોડી આવેલ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. બનાવથી મૃતક વૃદ્ધના પરિવારમાં અરેરાટી સાથે શોક છવાયો છે


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.