હિંમતનગરમાં વય નિવૃત્તિને લઈને RPF પોલીસ ચોકીના PI, ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનો આજે સાંજે વિદાય સમારંભ યોજાયો હતો - At This Time

હિંમતનગરમાં વય નિવૃત્તિને લઈને RPF પોલીસ ચોકીના PI, ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનો આજે સાંજે વિદાય સમારંભ યોજાયો હતો


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
હિંમતનગરમાં વય નિવૃત્તિને લઈને RPF પોલીસ ચોકીના PI, ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનો આજે સાંજે વિદાય સમારંભ યોજાયો હતો.આ.અંગેની વિગત એવી છે કે, વય નિવૃત થતાં હિંમતનગરમાં રેલવે પોલીસ સ્ટેશનના PI તરીકે ફરજ બજાવતા નિહાલસિંહ ચૌધરીનો રવિવારે પોલીસ ચોકીમાં વિદાય સમારંભ યોજાયો હતો. વાજતે ગાજતે નિવૃત થતા PI અને તેમના પત્નીને મંચ સુધી સ્ટાફ દ્વારા દોરી ગયા હતા. ત્યાર બાદ સાફો પહેરાવ્યો હતો. વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ ભેટ સોગાદ આપીને સન્માન કર્યું હતું. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ સોલંકીનો DYSP રીમા ઝાલા અને PSI એ.જે.ગોસ્વામીની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો હતો.
જેમાં પોલીસ સ્ટાફ ઉપરાંત સમાજના અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.