BA, B.Com સહિત 55થી વધુ કોર્સની પરીક્ષા ચૂંટણીને લીધે મોડી લેવાઇ શકે
અગાઉ મતદાનના દિવસે જ જુદા જુદા કોર્સની પરીક્ષા ગોઠવી હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અગાઉથી જ જુદા જુદા કોર્સની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરી દેવાયું હતું, પરંતુ તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ જવાને પગલે યુનિવર્સિટીની 55થી વધુ કોર્સની પરીક્ષા પણ પાછી ઠેલાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આગામી તારીખ 9 નવેમ્બરને બુધવારથી યુનિવર્સિટીના 42 હજાર જેટલા વિદ્યાર્થીની પરીક્ષા લેવાનાર છે, પરંતુ ત્યારબાદ બીજી કોઈ પરીક્ષા યોજાશે નહીં. યુનિવર્સિટીના ટાઈમટેબલ પ્રમાણે 21મી નવેમ્બરથી પણ પરીક્ષાઓ શરૂ થવાની હતી.
આ ઉપરાંત ડિસેમ્બરમાં પણ પરીક્ષાનું આયોજન થવાનું હતું, કેટલાક કોર્સની પરીક્ષા તો 1 ડિસેમ્બર એટલે કે મતદાનના દિવસે જ હોવાથી 9મી નવેમ્બર પછીની તમામ પરીક્ષાઓ હવે સંભવત: 13 ડિસેમ્બર બાદ લેવામાં આવશે તેવું આયોજન થઇ રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.