બોય ફ્રેન્ડ પાસે બીજું સિમ કાર્ડ નીકળતા ઝઘડો થયો : પ્રેમીએ માર મારતા પ્રેમિકાએ ફીનાઈલ પીધું
બોય ફ્રેન્ડ પાસે બીજું સિમ કાર્ડ હતું. જેનાથી પ્રેમિકા અજાણ હતી. જે બાબતે ઝઘડો થતા પ્રેમીએ માર મારતા પ્રેમિકાએ ફીનાઈલ અને મચ્છર મારવાનું લિકવિડ પી લેતા તત્કાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ અંગે મળતી વિગત મુજબ, દૂધ સાગર રોડના છેડે આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટી હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં પોતાના બોય ફ્રેન્ડ નિરવ જયંતિગીરી ગોસ્વામી સાથે રહેતી રેશ્મા કરીમભાઈ ગોગદા(ઉ.વ.22)એ ગઈકાલે સાંજે છ વાગ્યા આસપાસ પોતાના ઘરે ફીનાઈલ સાથે મચ્છર મારવાનું લિકવિડ પી લીધું હતું. જેની જાણ થતા બોય ફ્રેન્ડ નિરવ અને રેશ્માના બનેવી જય વ્યાસે રેશ્માને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. થોરાળા પોલીસે આ અંગે નિવેદન લીધું હતું. ઉપરાંત જાણવા મળ્યા મુજબ નિરવ અને રેશ્મા વચ્ચે સાડા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ છે. બંન્ને છેલ્લા છ માસથી ભાડાના મકાનમાં સાથે રહે છે. ગત રોજ નિરવ પાસે બીજું સિમ કાર્ડ હોવાનું રેશ્માને જાણવા મળેલ. જોકે રેશ્મા પાસે આ બીજા સિમ કાર્ડના નંબર નહોતા. બીજા નંબરથી પોતાને કેમ અજાણ રાખી તે અંગે બોલાચાલી થતા નિરવે માર માર્યો હતો. જેથી લાગી આવતા રેશ્માએ ફીનાઈલ પી લીધું હતું. નિરવને આજીડેમ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય છે. હાલ રેશ્મા સિવિલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.