રાજકોટમાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું - At This Time

રાજકોટમાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


ગુજરાત સરકારની નારી સુરક્ષા અને નારી શક્તિની વાતો વચ્ચે મહિલાઓ પર અત્યાચાર થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પતિના અન્ય મહિલા સાથેના સંબંધથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. 24 વર્ષીય હેતલ ભરડા નામની આ પરિણીતાના લગ્ન માંગરોળના શીલ ગામે થયા હતા. તેણીએ રાજકોટ માવતરને ત્યાં આ પગલું ભરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.