મિશન મંગલમ' અને 'સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ'ના સંકલન દ્વારા ક્લસ્ટર લેવલ ફેડરેશન લાઠીદડ, કુંડલી, ગઢડા અને બરવાળા ખાતે "સખી ટોક શો"નું આયોજન કરાયું - At This Time

મિશન મંગલમ’ અને ‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ’ના સંકલન દ્વારા ક્લસ્ટર લેવલ ફેડરેશન લાઠીદડ, કુંડલી, ગઢડા અને બરવાળા ખાતે “સખી ટોક શો”નું આયોજન કરાયું


(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા દ્વારા)
સ્વ-સહાય જૂથની બહેનો સાથે સ્વચ્છતા જાગૃતિ સહિત વર્મી કંપોસ્ટ અને પશુ શેડની સ્વચ્છતા અંગે સંવાદ યોજાયો. બોટાદ જિલ્લામાં "સ્વચ્છતા હી સેવા 2024" અંતર્ગત "મિશન મંગલમ" અને "સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ" યોજનાના સંકલન દ્વારા ગ્રામ્ય કક્ષાએ ક્લસ્ટર લેવલ ફેડરેશન લાઠીદડ, કુંડલી, ગઢડા અને બરવાળા ખાતે "સખી ટોક શો"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સ્વ સહાય જૂથની બહેનોને સ્વચ્છતા જાગૃતિ માટે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અને મિશન મંગલમ યોજના જિલ્લા અને તાલુકાના કર્મચારીઓ દ્વારા મહિલાઓને "સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમજ મહિલાઓને વર્મી કંપોસ્ટ/પશુ શેડની સ્વચ્છતા સહિતના વિષયો પર માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં કૃષિ સખી, પશુ સખી તેમજ અન્ય મહિલા કે જેઓ વ્યાખ્યાન આપી શકે તેવી બહેનો વધારે પ્રમાણમાં સહભાગી થઈ હતી. કાર્યક્રમમાં મોટી પ્રમાણમાં બહેનો ઉપસ્થિત રહી વિસ્તૃત જાણકારી મેળવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.