ધંધુકા તાલુકા ના છારોડિયા ગામ ખાતે મિત્ર પાસેથી ઉછીના પૈસા અપવવા બાબતે આરોપીએ ફરિયાદીને માર માર્યો. - At This Time

ધંધુકા તાલુકા ના છારોડિયા ગામ ખાતે મિત્ર પાસેથી ઉછીના પૈસા અપવવા બાબતે આરોપીએ ફરિયાદીને માર માર્યો.


છારોડિયા ખાતે મિત્ર પાસેથી ઉછીના પૈસા અપવવા બાબતે આરોપીએ ફરિયાદીને માર માર્યો.

ફરિયાદીને મિત્રએ ઉછીના પૈસા સમયસર ના ચુક્વતા મન ફાવે તેમ ગાળો આપેલ, મોઢાના ભાગે લાકડાનો ધોકો મારેલ તેમજ બીજા લોકોએ મળીને ગડદાપાટુનો માર મરતા ધંધુકા પંથકમાં ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત માહિતી અનુસાર છારોડિયા ગામે રહેતા હિતેશભાઇ ગોવિંદભાઇ ચાવડાએ તેમના મિત્રા મુનાભાઈ બહાદુરભાઈ પરાલિયાને તેમના ગામના વિપુલભાઈ સોંડાભાઈ પગી પાસેથી રૂપિયા 10000 ઉછીના અપાવેલ હોય જે વિપુલભાઈ દ્વારા પાછા માંગતા 31/12/2023 સુધીમાં આપી દેવાનું જણાવેલ હતું. પરંતુ તારીખ 25/12/2023ના રાત્રિના દશેક વાગ્યે હિતેશભાઈના ઘર આંગણે બલેનો કાર લઈને આવેલ ને કહવા લાગેલા કે લીધેલા પૈસા પાછા અપાવી દે કે પછી તું આપી દે તેમ કહીને જેમ તેમ ગાળો બોલવા લાગેલા ને જમણા હાથના કાંડા ઉપર લોખંડની પાઇપ મારી ફેકચર કરી લાકડાનો ધોકો મોંઢા પર મારી ઇજા કરતા ફરિયાદીને સરકારી દવાખાને પ્રાથમિક સારવાર કરીને આર.એમ.એસ ખાતે સારવાર કરતા જમણા હાથે કાંડા ઉપર ફેકચર હોવાનું જણાવેલ ને મોંઢા ઉપર તથા શરીરે મુંઢ ઇજો થયેલ ને આજરોજ દવાખાને થી રજા આપતા તમામ શખ્સો વિપુલભાઈ સોંડાભાઈ પગી , મટી દિનેશભાઇ પગી, રાકેશભાઈ રમતુભાઇ પગી, ભૂપતભાઈ નાથુભાઈ પગી અને વિશાલભાઈ વિનોદભાઈ વિરુદ્ધ ધંધુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસર તપાસ હાથ ધરાઇ છે.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.