સપ્તાહમાં ડેન્ગ્યુનો ફક્ત એક જ કેસ નોંધાયો
રાજકોટમાં ઠંડીને કારણે મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં આવ્યો.
2021માં 431 ડેન્ગ્યુના કેસ, 2022માં આ સંખ્યા ઘટીને 268 થઈ.
શિયાળો જામતા જ મચ્છરજન્ય રોગો ઘટવાના શરૂ થઈ ગયા છે. ચોમાસા બાદ અને શિયાળાની શરૂઆત સુધીનો સમય એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરથી ડિસેમ્બર માસ દરમિયાન મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધી જાય છે. બ્રીડિંગ વધતા જ મચ્છરો વધે છે અને રોગ પણ વધે છે. શિયાળો જામતા મચ્છરોની સંખ્યા ઘટી જતા રોગ પણ ઘટે છે. આવું જ ફરી બન્યું છે. 2 જાન્યુઆરીએ પૂરા થતા સપ્તાહમાં માત્ર એક જ ડેન્ગ્યુનો કેસ નોંધાયો છે અને આ સાથે 2022ના વર્ષમાં કુલ ડેન્ગ્યુનો આંક 268 થયો છે તે 2021ના 431 કેસ કરતા ક્યાંય ઓછો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.