બોટાદની સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પ્રાકૃતિક ખેતી સંમેલન-વ-પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો
બોટાદની સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પ્રાકૃતિક ખેતી સંમેલન-વ-પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો
બોટાદ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આત્મા યોજના,બોટાદ દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અન્વયે જિલ્લા ખેતીવાડી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર(આત્મા)બી.આર.બલદાણીયા તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ વીરાણીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી સંમેલન-વ-પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.પ્રાકૃતિકખેતીસંમેલન-વ-પ્રદર્શનના યોજાયેલા કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર(આત્મા)બી.આર.બલદાણીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે,ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અથાક પ્રયાસો થકી આજે ગુજરાતના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થયાં છે ત્યારે બોટાદ જિલ્લામાં પણ ૨૫ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે જેની ફલશ્રુતિ રૂપે જિલ્લાના ૧૧ હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થયાં છે.ત્યારે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યુ હતુંઆ વેળાએચ ગુરુકુલના માધવપ્રિયદાસજી સ્વામીજી,જિલ્લાના અગ્રણી ચંદુભાઈ સાવલીયા,જગદીશભાઈ,ભુપતભાઈ મેર,જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં બોટાદ જિલ્લાના ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.