હિંમતનગર માં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પવિત્ર મહોરમ નીમીત્તે કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસૈન અને આપના વફાદાર સાથીદારોની સહાદત શહીદી ની યાદમાંતાજીયા ઝુલુસ નીકળ્યા. - At This Time

હિંમતનગર માં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પવિત્ર મહોરમ નીમીત્તે કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસૈન અને આપના વફાદાર સાથીદારોની સહાદત શહીદી ની યાદમાંતાજીયા ઝુલુસ નીકળ્યા.


( રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)

હિંમતનગર માં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પવિત્ર મહોરમ નીમીત્તે કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસૈન અને આપના વફાદાર સાથીદારોની સહાદત શહીદી ની યાદમાંતાજીયા ઝુલુસ નીકળ્યા.

કરબલાના મેદાન માં હઝરત ઇમામ હુસૈન અને આપના વ્હાલા કુટુંબીજનો અને આપના વફાદાર સાથીદારો સાથે કરબલાના મેદાનમાં શહાદત શહીદી વ્હોરી છે. તે મુજબ કરબાલના શહીદોની યાદમાં તાઝીયા ઝુલુસ તેમજ વાએજ મીઝલ્સ નીફલ રોઝા, નમાઝ સહિતની ઇબાદતો કરી ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

પવિત્ર મહોરમનો તહેવાર સમગ્ર સાબરકાંઠા જીલ્લામાં સુલેહ શાંતિ સાથે અને કોમી એક્તા અને ભાઈચારાના માહોલમાં આ તહેવાર સંપન્ન થાય તે માટે જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે સુલેહશાંતિ અને ભાઈચારા સાથે મોહરમનો પર્વ ઉજવાય તે માટે આ અગાઉ સાબરકાંઠા જીલ્લા કલેકટર જીલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સંબંધીત વિભાગના અધિકારીઓ આગેવાનોની સંયુક્ત બેઠક પણ યોજાઈ હતી.

જેમાં હિંમતનગર ઇડર તેમજ ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઇલોલ કનાઈ વકતાપુર ગામે મોહરમ ની 9 અને 10 તારીખના રોજ શાંતિના માહોલમા કોમી એકતા સાથે જુલુસ નીકળલ
આ દિવસોમાં
સાથે સાથે મુસ્લિમ યુવાનો દ્વારા
પર્યાવરણને બચાવવા માટે વૃક્ષ વિતરણ પણ કરવામાં આવ્યું હતું

તેમાં દરેક અઝાદાર ભાઈઓ અને ગામના લોકોએ સાથસહકાર આપેલ. તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઇ તેમજ સ્ટાફ જુલુસ દરમિયાન ટ્રાફિક તેમજ અન્ય કોઈ બનાવ ના બને તે માટે કાર્યરત રહ્યા હતા. અને આ પ્રસંગે ઇલોલ તેમજ ગામના આજુબાજુના લોકોએ તાજીયા ના ઝુલુસ દરમિયાન તાજ્યાનમાં નારિયેળ ચડાવી તેમજ દર્શન કર્યા હતા. 10 મોહરમ એટલે 72 શહીદોનો વિષય. એટલે હવે આપણે આગળ વધુ જાણીએ....

ઇસ્લામિક કેલેન્ડર મુજબ હિજરી છે ઇસ્લામ ધર્મના તમામ તહેવારો ચંદ્રના ઉપમાનના આધારે નક્કી થાય છે. ઈસ્લામિક કેલેન્ડર મુજબ મોહરમ માસ પ્રથમ મહિનો છે. આ મહિનાની મહત્વતા ઘણી બધી છે. અને ઈસ્લામી તારીખ જોડાયેલી છે પણ તેની સાથે સાથે સૌથી વધારે તવારીખ ઇમામ હુસેન અલય સલામ નિ શહાદત એક શોકના મહિના તરીકે ઓળખવામાં આવે છે. જેને આસુરાના મહિના તરીકે પણ મનાવવામાં આવે છે. ઈમામ હુસેન અલહી સલામ ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ મુસ્તુફા સલ અલ્લાહહી વસલમ ના દીકરી જનાબે ફાતેમા જહાર અને ઇસ્લામ ધર્મના પ્રથમ હઝરત અલી અલયહી સલામના પુત્ર છે ઇમામ હુસેન ઇસ્લામના ત્રીજા ઇમામ છે. તેઓ તેમના નાના હઝરત મોહમ્મદ મુસ્તફા સલ અલ્લાહ ના સિદ્ધાંત મુજબ જીવન પસાર કરતા હતા . તો ઇસ્લામ ના સિદ્ધાંત પાયાના અનુસાર એક ઉત્તમ માનવીય સાથે જીવન જીવતા હતા. એક સમય ઈસ્લામિક ઇતિહાસમાં એવો આવ્યો કે આવા સત્યવાદીઓ સામે પોતાની સત્તાની લાલચમાં આવીને યજીદ કે જે તમામ માનવતાની હદ વટાવી ચુક્યો હતો. તે જોર જુલમની સત્તા પર બેસી ગયો હતો. તે ફાઝેક હતો તે જીના ખોર જુલમી અને ઇસ્લામના તમામ સિદ્ધાંત વિરુદ્ધ વર્તન કરતો હતો. આ ઝાલીમ ઇમામ હસન હુસેનને તેના શાસન માટે રાજા છે તેવું સ્વીકારવા માટે દબાણ કરતો હતો. ઈમામ હુસે ને સ્વીકારવાનો ઇનકાર કર્યો જ્યાં સુધી ઈમામ હુસેન તેને સ્વીકારે નહીં ત્યાં સુધી તેને ચેન પડતો ન હતો. તેને ઇમામ હુસૈનને જેવુ ઇસ્લામના પવિત્ર શહેર મદીનામાં રહેતા હતા ત્યાં ખૂબ જ દબાણ કર્યું ત્યાંથી તેઓ મક્કા શરીફ ગયા ત્યાં પણ ખૂબ જ દબાણ કર્યું પરંતુ એમાં હુસેને ઇસ્લામના શાસક તરીકે સ્વીકાર ના કર્યો. ત્યાંથી ઈમામ હુસેન 72 માણસોના કાફલા સાથે જેમાં વૃદ્ધો યુવાનો સ્ત્રીઓ અને નાના નાના બાળકો સાથે કરબલા તરફ પ્રયાણ કર્યું. ઇરાકમાં આવેલ કરબલા કે જે ઈમામ હુસૈન નું આખરી મંઝિલ હતી ત્યાં પહોંચી ગયા. ત્યાં પણ યજિદે પીછો ના છોડ્યો. તેમનો ત્યાં દુશ્મનો એક લાખના સૈનિકોથી ઘેરાવ કર્યો . ફુરાક નદી કાંઠે રોકવામાં આવ્યા અને વાર્તાલાપ થયા. દુશ્મનો ઇમામ હુસેનને યજિદને રાજા સ્વીકારમાં દબાણ કરી પણ એમાં હુસેન તેને કોઈપણ સંજોગોમાં રાજા સ્વીકારવા તૈયાર ન હતા ભલે સહાદત વહોરવી પડે. આ દુશ્મન એટલો ઝૂલમી હતો કે તેને નદી પર જે પડાવ નાખ્યો હતો ત્યાંથી હટાવી દેવાનું ફરજ પાડી આખરે એમાં હુસેન પણ શહીદ કરવામાં આવ્યા ત્યારબાદ ઇમામ હુસેનના પુત્ર જૈનુલ આબિદીન કે જેઓ બીમાર હતા તેઓ અને જેમાં સ્ત્રીઓ ઈમામ હુસૈન ની બહેન જયનાબ કુલસુમ ઈમામ ની નાની દીકરી સકીના અને બીજી પરિવારની સ્ત્રીઓ હતા. ઇમામની શાહાદત પછીથી દુશ્મનો જોશમાં આવી ગયા. અને તંબુ લૂંટી ને આગ લગાવી દીધી હતી. ઇમામ ના બહેન જૈન બહાદુર બહાદુર સ્ત્રી હતા. તેમને ઇમામની શહાદત પછી આ લૂંટાયેલા કાફલાને સરદારી કરી હતી. એ સાંજ કે જે સૌથી વધારે ભયંકર સાંજ કે જે ગરીબોની સાંજ કહેવાય છે એટલે જ દર્દનાક દાસ્તાન છે કે કોઈપણ પથ્થર દિલવાળું સાંભળે તો રડી જાય પણ આ દુશ્મનો એ કોઈ પણ પ્રકારની દયા ના આવી. આના કારણે 10 મી મોહરમના દિવસે તાજીયા અને અલગ અલગ રીતે કાઢે છે. આ દિવસોને શોગના દિવસો ગણવામાં આવે છે. એટલે ઇમામને માનવા વાળા લોકો મજલીસનું આયોજન કરે છે. અને આ બનેલી ઘટનાનું વર્ણન કરવામાં આવે છે. આ દિવસોમાં છબીલ બનાવીને લોકોને ઇમામ ને યાદમાં પાણી અને શરબત લોકોને પીવડાવવામાં આવે છે અને ન્યાજખવડાવવામાં આવે છે. ઇમામ આવા જુલમીયોના સામે પોતાનો જીવ આપી દીધો પણ અસત્ય અને જુલમી સામે ન ચૂક્યા. પોતાના સિદ્ધાંતો પર અલગ રહ્યા જેની યાદમાં મુસલમાનો શોક મનાવે છે. શાન છે હુસેન બાદશાહ છે હુસેન નો સહારો છે હુસેન સર આપી દીધું પરંતુ અસત્ય નો સ્વીકાર ન કર્ય

આબીદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.