ધંધુકા પ્રાંત ઓફીસ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મુંજપરા સાહેબના અધ્યક્ષ સ્થાને દિશા સમિતિની મીટીંગ યોજાઈ. - At This Time

ધંધુકા પ્રાંત ઓફીસ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મુંજપરા સાહેબના અધ્યક્ષ સ્થાને દિશા સમિતિની મીટીંગ યોજાઈ.


ધંધુકા પ્રાંત કચેરી નાં હૉલ માં કેન્દ્રિય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા ની અધ્યક્ષ સ્થાને વહીવટી દિશા અંતર્ગત જીલ્લા કલેકટર શ્રી, જીલ્લા વિકાસ અધિકારશ્રી અને ધારા સભ્ય શ્રી કાળુભાઈ ડાભી, અને ધંધુકા તાલુકા પંચાયત નાં સભ્યો ની ઉપસ્થિતિ માં વહીવટી કાર્યક્રમ યોજાયો

અમદાવાદ જીલ્લા ના ધંધુકા પ્રાંત ઓફીસ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મુંજપરા સાહેબના અધ્યક્ષ સ્થાને દિશા સમિતિની મીટીંગ રાખવામાં આવેલી તેમાં જિલ્લાના કલેક્ટર .ડીડીઓ . એસપી શ્રી જિલ્લાપોલીસ અધિક્ષક.ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી. ધંધુકા તાલુકા પંચાયત નાં સદસ્યો તગડી, અને રાયકા બેઠક , શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી વિજયસિંહ બારડ એપી.એમ.સી. ચેરમેન ચેતનસિંહ ચાવડા, , સહકારી આગેવાન શ્રી હરિશ્ચંદ્રસિંહ ચુડાસમા , ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી ભૂપતસિંહ ચુડાસમા,તાલુકાના ભાજપ સંગઠનનામુખ્ય હોદ્દેદારો ધંધુકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૂર્વ કારોબારી ચેરમેન તાલુકા નાં તમામ વિભાગના કર્મચારીઓ અને સંબંધિત ખાતા નાં જિલ્લા અધિકારીઓ હાજર રહ્યા હતા એ.પી.એમ.સી.ચેરમેન ચેતનસિંહ ચાવડા. પૂર્વ ચેરમેન સહદેવસિંહ ગોહિલ.નગરપાલિકા પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ચાવડા. પૂર્વ કારોબારી ચેરમેન ભદુભાઈ અગ્રાવત તેમજ ભાજપ.શહેર પ્રમુખ રમેશભાઈ. તાલુકા પ્રમુખ ચંદ્રસિંહ ચુડાસમા દ્વારા તેમજ ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભીને ધંધુકા તાલુકા સંગઠ્ઠન દ્વારા તાલુકાના લોકહીતના પ્રશ્નો અને સુવિધા માટે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી તેમજ તાલુકા પંચાયત નાં સદસ્યો એ નર્મદા નાં નીર,આરોગ્ય નાં પ્રશ્નો, રેલ્વે ની મંથર ગતિ એ ચાલી રહેલ કામ ને કારણે ધંધુકા ની જનતા ને પડતી ટ્રાફિક ની સમસ્યા સંગઠ્ઠન અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા એક સૂર માં ખુબજ આક્રોશ પુર્વક ઉપસ્થિતિ રેલ્વે નાં ડિવિઝન મેનેજર સમક્ષ માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી માં મધ્યમ થી કરવામાં આવી અને સમય મર્યાદા માં કોઈ મોટા આંદોલન થાય એ પહેલાં આ કામ પૂર્ણ કરવા ની મંત્રી શ્રી એ તાકીદ પણ કરી અહેવાલ પણ આપવાની સૂચના કરી ઉપરાંત દરેક વિભાગે પોત પોતા ના વિભાગ નું પ્રેઝન્ટેશન કેન્દ્રિય મંત્રી શ્રી સમક્ષ કર્યું અને જ્યાં નબળી કામગીરી હતી ત્યાં કડક શબ્દો માં સૂચના સાથે તાકીદ કરવામાં આવી અને ખેડૂતો ને પાણી ભેલાણ સહિત નાં કોઈ પણ પ્રશ્નને વહીવટી તંત્ર દ્વારા મુશ્કેલી ન પડે એની તકેદારી રાખવા પણ ઉપસ્થિતિ કલેક્ટર મેડમ, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા ને પણ સૂચના આપવામાં આવી વિશાળ પ્લેટફોર્મ ઉપર યોજાયેલ આ કાર્યક્રમ ની તમામ સંકલન ધંધુકા પ્રાંત અધિકારી શ્રી, ધંધુકા મામતદારશ્રી શ્રી વિજય સિંહ ડાભી, અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ગણાત્રા દ્વારા સફળતાં પૂર્વક અને ઉપસ્થિતિ ચૂંટાયેલ પાંખ, અને તાલુકા નાં મુખ્ય આગેવાનો પણ દરેક વિભાગ સાથે સંકલન કરવા બદલ સરાહના કરી સંતોષ વ્યક્ત કરવા માં આવ્યો હતો.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.