બોટાદવાસીઓએ સાળંગપુર ખાતે સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષને આવકાર્યુ
બોટાદવાસીઓએ સાળંગપુર ખાતે સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષને આવકાર્યુ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયાના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્વસ્થ ગુજરાતના મિશન સાથે યોગાભ્યાસ થકી સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાવવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નવતર અભિગમ એટલે રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર મહાઅભિયાન મોઢેરા સહિત ૧૦૮ સ્થળોએ યોજાયેલા આ મહાઅભિયાનમાં બોટાદ જિલ્લામાં આઈકોનિક સ્થળ એવા શ્રી સાળંગપુર કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ,રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શ્રી સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના પરિસર ખાતે આયોજિત આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી પી.ટી.પ્રજાપતિ,ઈન્ચાર્જ પ્રાંત અધિકારી મામલતદાર સી.આર.પ્રજાપતિ સહિતના અધિકારીઓ તેમજ સાધુ-સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.તમામ મહાનુભાવોએ સૂર્ય નમસ્કાર કરી સૂર્યદેવની આરાધના કરી આ મહાઅભિયાનમાં જોડાયા હતા.સાથોસાથ મંદિર ખાતે આવેલા દર્શનાર્થીઓ તેમજ સ્વયંસેવકોએ પણ આ અવસરે સૂર્ય નમસ્કાર કર્યા હતા.યોગ અને સૂર્ય નમસ્કાર એકબીજા સાથે બેજોડ રીતે સંકળાયેલા છે,સૂર્ય નમસ્કારનું વૈજ્ઞાનિક અને ધાર્મિક બંન્ને રીતે મહત્વ છે.સૂર્ય નમસ્કારમાં મોટાભાગના આસનોનો સમાવેશ થઇ જતો હોવાથી તેને પૂર્ણ યોગ પણ કહે છે.ત્યારે બોટાદના નગરજનો પણ સૂર્ય નમસ્કાર થકી પોતાના સ્વાસ્થ્યની દરકાર કરી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.